21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

આર્યા.

આર્યા રાજેન્દ્ર હાલ બી.એસ.સીના બીજા વર્ષમાં ઑલ સેન્ટ્સ કૉલેજ થિરુવંતપુરમ ખાતે અભ્યાસ કરે છે.

 • Share this:
  થિરુવનંતપુરમ: 21 વર્ષીય બી.એસ.સી વિદ્યાર્થિની આર્યા રાજેન્દ્ર (Arya Rajendran) થિરુવનંતપુરમની મેયર (Thiruvananthapuram youngest Mayor) બનવા જઈ રહી છે. મેયર તરીકે પદ સંભાળ્યા બાદ આર્ય રાજ્યની સૌથી યુવા મેયર બની જશે. આ સાથે જ આર્યા દેશમાં સૌથી યુવા વયે મેયર બનનારી વ્યક્તિ પણ બની જશે. આર્યા સીપીએમ (CPM) તરફથી ચૂંટણી લડી હતી. તેણીએ તેની પ્રતિસ્પર્ધી શ્રીકલાને 2872 મતથી હાર આપી હતી. તેણી ચૂંટણીમાં પણ સૌથી યુવા ઉમેદવાર હતી. આર્યા થિરુવનંતપુરમ શહેરના મુદવનમુગલ વોર્ડમાંથી વિજેતા બની છે.

  આર્યા પહેલા કાવ્યા નામની યુવતી 2019ના વર્ષમાં તેલંગાણાના જવાહર નગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર બની હતી. કાવ્યા 26 વર્ષે મેયર બનનારી દેશની સૌથી યુવા વ્યક્તિ હતી. આર્યાએ 21 વર્ષની ઉંમરમાં જ મેયર બનીને હવે કાવ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  આ પણ વાંચો: સુરત: અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પ્રેમિકા પાસે ચોરી કરાવનાર પ્રેમી ઝડપાયો

  આર્યા હાલ બી.એસ.સીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આર્યા ઓલ સેન્ટ્સ કૉલેજ થિરુવંતપુરમ ખાતે અભ્યાસ કરે છે. આ સાથે તેણી બાલા સંઘમ સંસ્થાની પ્રમુખ પણ છે. આ ઉપરાંત તેણી સીપીએમની વિદ્યાર્થી પાંખ SFIની સ્ટેટ ઑફિસર પણ છે. એટલું જ નહીં તેણી સીપીએમની બ્રાંચ કમિટિ સભ્ય પણ છે. આર્યા એક ઇલેક્ટ્રિશિયલ રાજેનદ્ર તેમજ એલઆઈસી એજન્ટ શ્રીલથાની દીકરી છે.

  ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ આ વખતે એવું નક્કી કર્યું હતું કે જે વિજેતા સૌથી યુવા હશે તેને મેયર બનવાનો મોકો મળશે. મેયર તરીકે નામની જાહેરાત બાદ આર્યાએ જણાવ્યું હતું કે, "મને પાર્ટી તરફથી જે નવી જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સ્વીકાર કરું છું અને હું મારી જવાબદારી બહું સારી રીતે નિભાવીશ."  આર્યા ઉપરાંત જમીલા શ્રીધરણ અને ગાયત્રી બાબુનું નામ પર મેયરપદની રેસમાં હતું. જોકે, પાર્ટીએ કાર્યકરો વચ્ચે સારો મેસેજ આપતા સૌથી યુવા વિજેતા ઉમેદવારની મેયર તરીકે પસંદગી કરી હતી.  આ પણ વાંચો: વલસાડ: લીલી હળદરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, પોલીસ પણ નવો કીમિયો જાણીને ચોંકી

  ઉલ્લેખનીય છે કે આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં સીપીએમ તરફથી અનેક યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા સીપીએમ યુવાઓને તેમની પાર્ટી તરફ આકર્ષિત કરવા માંગે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: