208 શિક્ષણ નિષ્ણાતોનો PM મોદીને પત્ર, બગડતા માહોલ માટે લેફ્ટ વિંગ જવાબદાર

News18 Gujarati
Updated: January 12, 2020, 8:49 PM IST
208 શિક્ષણ નિષ્ણાતોનો PM મોદીને પત્ર, બગડતા માહોલ માટે લેફ્ટ વિંગ જવાબદાર
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારૂ માનવું છે કે, વિદ્યાર્થી રાજનીતિના નામ પર વિધ્વંશકારી ઘુર વામ એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારૂ માનવું છે કે, વિદ્યાર્થી રાજનીતિના નામ પર વિધ્વંશકારી ઘુર વામ એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે.

  • Share this:
વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સહિત 208 શિક્ષણ નિષ્ણાતોએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી દેશમાં બગડતા એકેડેમિક માહોલ માટે વામપંથી કાર્યકર્તાઓના એક નાના સમૂહને જવાબદાર ગણાવ્યું છે. પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારૂ માનવું છે કે, વિદ્યાર્થી રાજનીતિના નામ પર વિધ્વંશકારી ઘુર વામ એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે. જેએનયુથી લઈ જામિયા સુધી, એએમયૂથી લઈ જાધવપુર (વિશ્વવિદ્યાલય) સુધી પરિસરોમાં થયેલી હાલની ઘટનાઓમાં વામપંથી કાર્યકર્તાઓના એક સમૂહના તોફાનથી ખરાબ બની રહેલા એકેડેમિક માહોલ પ્રતિ ચોકન્ના કરે છે.

અધિકારીક સૂત્રો અનુસાર, નિવેદન પર હસ્તાક્ષર કરનારમાં હરિ સિંહ ગૌર વિશ્વવિદ્યાલયના કુલપતિ આરપી તિવારી, દક્ષિણ બિહાર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ એસચીએસ રાઠોર અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ શિરીષ કુલકર્ણી સહિત અન્ય સામેલ છે. આને 'શૈક્ષણિક સંસ્થાનોમાં વામપંથી અરાજકતા વિરુદ્ધ નિવેદન' શિર્ષક આપવામાં આવ્યું છે. 208 શિક્ષણ નિષ્ણાતોમા આ નિવેદનને એકેડેમિક જગતમાં સમર્થન ભેગુ કરવાનું શાસનનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંશોધિત નાગરીકતા અધિનિયમ (સીએએ) અને જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) પરિસરમાં થયેલા હુમલા સહિત કેટલાક અન્ય મુદ્દાઓને લી કેટલાક વિશ્વવિદ્યાલયોમાં થયેલા પ્રદર્શનને લઈ નિષ્ણાતોના એક ભાગ દ્વારા સરકાર ટીકાનો સામનો કરી રહી છે.

પત્રમાં વામપંથી સમૂહ પર સાધવામાં આવ્યું નિશાન

વામપંથી વિચારધારા સાથે રહેલા કેટલાક સમૂહને આડે હાથ લઈ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વામપંથી રાજનીતિ દ્વારા થોપવામાં આવેલા સેન્સરશિપના ચાલતા જન સંવાદ આયોજિત કરવો અથવા સ્વતંત્ર રૂપથી બોલવું મુશ્કેલ થઈ ગયું છે. મોદીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વામના ગઢમાં હડતાળ, ધરણા અને બંધ સામાન્ય વાત થઈ ગઈ છે. તથા વામ વિચારધારાના અનુરૂપ નહી હોવા પર લોકોને વ્યક્તિગત રૂપે નિશાન બનાવવા, સાર્વજનિક પીડા પહોંચાડવાનું વધી રહ્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની રાજનિતીથી સૌથી ખરાબ રીતે ગરીબ વિદ્યાર્થીઓ એને હોશિયા પર રહેલા સમુદાય પ્રભાવિત થઈ રહ્યા છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ વિદ્યાર્થીઓ શિખવા અને પોતાના માટે સારૂ ભવિષ્ય બનાવવાનો અવસર ખોઈ દેશે. તે પોતાના વિચારો પ્રગટ કરવા અને વૈકલ્પિક રાજનીતિની સ્વતંત્રતા ખોઈ દેશે. તે ખુદને બહુસંખ્યક વામ રાજનીતિ અનુરીપ કરવા પ્રતિ સમિત હશે. અમે તમામ લોકતાંત્રિક તાકાતોને એકજૂટ થવા અને એકેડેમિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા વિચારોની બહુલતા માટે ઉભા રહેવાની અપિલ કરીએ છીએ.
First published: January 12, 2020, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading