નવી દિલ્હી: ફિઝિયોલોજી અને મેડિસિન 2020નું નોબલ પ્રાઇઝ (2020 Nobel) સંયુક્ત રીતે હાર્વે જે ઑલ્ટર (Harvey J Alter), માઇકલ હ્યૂટન (Michael Houghton) અને ચાર્લ્સ એમ રાઇઝ (Charles M Rice)ને આપવામાં આવશે. આ પુરસ્કાર તેમને હિપેટાઇટિસ સી વાયરસની શોધમાં યોગદાન કરવા બદલ આપવામાં આવશે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મૌલિક શોધ દ્વારા એક નોવેલ વાયરસ, હિપેટાઇટિસ સીની ઓળખ કરી હતી. પુરસ્કાર આપનાર સંસ્થાનું કહેવું છે કે આ વર્ષનો નોબલ પુરસ્કાર એ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમણે રક્ત-જનિત હિપેટાઇટિસ વિરુદ્ધ લડાઈમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ એક પ્રમુખ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે. આ કારણે દુનિયાભરના લોકોમાં સિરોસિર અને યકૃત કેન્સરના રોગ થાય છે.
આ પહેલા હિપેટાઇટિસ એ અને બી વાયરસની શોધ પર મહત્ત્વપૂર્વ કામ થઈ ગયું હતું, પરંતુ મોટાભાગની રક્ત-જનિત હિપેટાઇટિસ કેસમાં વધારે સ્પષ્ટતા થઈ શકી ન હતી. હિપેટાઇટિસ સીની શોધ બાદ લાખો લોકોનો જીવ બચાવી શકાયો હતો.
આ વૈજ્ઞાનિકોને આશરે 11 લાખ અને 20 હજાર ડૉલરની ધનરાશિ આપવામાં આવશે. નોબલ એવોર્ડ આપતી સંસ્થાએ કહ્યુ કે આ વર્ષનો નોબલ એવોર્ડ લોહીથી ઉત્પન્ન થતા હિપેટાઇટિસની લડાઈમાં મહત્ત્વનું યોગદાન આપનાર ત્રણ વૈજ્ઞાનિકોના નામે રહેશે. સંસ્થાએ કહ્યુ કે હિપેટાઇટિસને કારણે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોને સિરોસિસ અને લીવર કેન્સર થાય છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ એક નોવેલ વાયરસની શોધમાં મૂળભૂત શોધ કરી જેનાથી હિપેટાઇટિસ સીની ઓળખ થઈ હતી.
હાર્વે જે ઑલ્ટર દ્વારા ટ્રાન્સફ્લૂઝન સંબંધિત હિપેટાઇટિસની પદ્ધતિસર અભ્યાસથી માલુમ પડ્યું કે એક અજાણ્યો વાયરસ ક્રોનિક હિપેટાઇટિસનું એક સમાન્ય કારણ હતું.
માઇકલ હ્યૂટને હિપેટાઇટિસ સી વાયરસ નામના એક નવા વાયરસના જિનોમને અલગ કરવા માટે એક અપ્રયુક્ત રણનીતિ બનાવી હતી.
ચાર્લ્સ એમ રાઇઝે અંતિમ તથ્યો આપ્યા હતા કે હિપેટાઇટિસ સી વાયરલ એકલા હિપેટાઇટિસનું કારણ બની શકે છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આ ત્રણેય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યુ કે આ પુરસ્કાર માટે ત્રણેય યોગ્ય છે. જિતેન્દ્રસિંહે લખ્યું કે હાર્વે જે ઑલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇઝ દ્વારા કરવામાં આવેલી શોધ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સફળતાઓમાંની એક છે.