માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે લોકસભાની ચૂંટણીની તારીખોઃ સૂત્ર

માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે લોકસભાની ચૂંટણીની તારીખોઃ સૂત્ર

 • Share this:
  વર્ષ 2019માં જેની રાહ જોવાતી હતી તે લોકસભાની ચૂંટણીના ભણકારા શરૂ થઇ ગયા છે. સૂત્રોનું કહેવું છે કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. તો દેશની તમામ પાર્ટીઓ શામ, દામ અને દંડની નીતિ શરૂ કરી દીધી છે, એન કેન પ્રકારે જીત મેળવવા માટે ગઠબંધનથી લઇને વાયદાઓ કરી રહી છે.

  ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખો પણ માર્ચ મહિનામાં જ જાહેર કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.     શક્યતા છે કે, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. ઈલેકશન કમિશન લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ કરાવી શકે છે. કારણ કે ત્યાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. આ સંજોગોમાં અહીં 6 મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી કરાવવી જરૂરી છે.

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા નવેમ્બર 2018માં ભંગ થઈ હતી. અહીં ચૂંટણી કરાવવાની સમય મર્યાદા મે મહિના સુધીની છે. એ સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશ્કેલ સમયને ધ્યાનમાં રાખીને અહીં વહેલી પણ ચૂંટણી થવાની શક્યતા છે.
  First published:January 18, 2019, 19:43 pm