રાહુલના વાયદા પર ગેહલોતનો મોટો દાવ! રાજસ્થાનમાં લાગુ થશે 'ન્યૂનતમ આવક ગેરંટી'

રાહુલના વાયદા પર ગેહલોતનો મોટો દાવ! રાજસ્થાનમાં લાગુ થશે 'ન્યૂનતમ આવક ગેરંટી'
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (ફાઇલ ફોટો)

ગેહલોતે કહ્યું છે કે આ ખૂબ સારી યોજના છે. આ ગરીબનો હક છે અને સરકાર તેને લાગુ કરશે

 • Share this:
  લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક ગેરંટીના દાવ પર મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું છે કે આ ખૂબ સારી યોજના છે. આ ગરીબનો હક છે અને સરકાર તેને લાગુ કરશે. સીએમ ગેહલોતે ન્યૂનતમ આવક ગેરંટી પર આ નિવેદન મંગળવારે જોધપુર એરપોર્ટ પર આપ્યું. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા લોન માફીની જાહેરાત કરનારા રાહુલનો આ નવો દાવ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

  રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ પર લખ્યું હતું કે અમે એક નવા ભારતનું નિર્માણ ત્યાં સુધી ન કરી શકીએ જ્યાં સુધી અમારા લાખો ભાઈ-બહેન ગરીબોનો દંશ ભોગવી રહ્યા છે. જો 2019માં અમે વોટ મેળવીને સત્તામાં આવ્યા તો કોંગ્રેસ ગરીબી અને ભૂખ દૂર કરવા માટે દરેક ગરીબ વ્યક્તિ માટે ન્યૂનતમ આવકની ગેરંટી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અમારી દૃષ્ટિ અને અમારો વાયદો છે.   Guarantee of Minimum Income for poor people in the country is a historic step taken to eradicate hunger & poverty. This will be in line with Congress party's earlier promises of Right to food, MNREGA, RTE & RTI all of which empowered the people. #CongressForMinimumIncomeGuarantee

   રાહુલ ગાંધીના લોકસભા ચૂંટણી પહેલા આ દાવને લઈને સીએમ ગેહલોતે પણ ઘણી ખુશી વ્યક્ત કરી છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ઉદ્યોપતિઓના હિતેષી અને ખેડૂત-ગીરબ વિરોધી હોવાના સખ્ત આરોપ લગાવતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવતા કોંગ્રેસ ગરીબોને ન્યૂનતમ આવકની ગેરંટીનો અધિકાર પ્રદાન કરશે.

  આ પણ વાંચો, શું છે યૂનિવર્સલ બેઝિક ઇનકમ? રાહુલ ગાંધીએ દરેક ગરીબને જેનું આપ્યું વચન

  આ પણ વાંચો, યૂનિવર્સલ બેઝિકલ ઇનકમ વિશે ચિદમ્બરમે કહ્યુ, ફક્ત ગરીબોને મળશે ફાયદો
  Published by:News18 Gujarati
  First published:January 29, 2019, 15:32 pm

  ટૉપ ન્યૂઝ