Home /News /national-international /Exit Poll: અમેઠી કે રાયબરેલી? કોંગ્રેસનો એક કિલ્લો થઈ શકે છે ધ્વસ્ત!

Exit Poll: અમેઠી કે રાયબરેલી? કોંગ્રેસનો એક કિલ્લો થઈ શકે છે ધ્વસ્ત!

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

જો એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ મૂકીએ તો શક્ય છે કે કોંગ્રેસ યૂપીમાં માત્ર એક સીટ પર સમેટાઈ જશે

    ન્યૂઝ18નો સૌથી સચોટ એક્ઝિટ પોલ આવી ગયો છે અને તેન મુજબ દેશમાં એનડીએની સરકાર બનવાની છે. એનડીએને સ્પષ્ટ બહુમતની સાથે 276થી વધુ સીટો આપવામાં આવી રહી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં બીજેપી પ્લસને 62થી 67 સીટો મળવાનું અનુમાન છે. સાથોસાથ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે, તેને યૂપીમાં એકથી બે સીટો જ આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પણ યૂપીથી જ ચૂંટણી લડી રહ્યા છે.

    જો એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ મૂકીએ તો શક્ય છે કે કોંગ્રેસ યૂપીમાં માત્ર એક સીટ પર સમેટાઈ જશે. આ સીટ સોનિયા ગાંધીની રાયબરેલી પણ હોઈ શકે છે અને રાહુલ ગાંધીની અમેઠી પણ. જો થોડું ઊંડાણમાં જઈને અધ્યયન કરીએ તો એ સમજવામાં મુશ્કેલી નહીં થાય કે અમેઠી રાહુલ ગાંધી માટે મુસીબત બની શકે છે.

    રાહુલ કેરળની વાયનાડ બેઠકથી પણ લડી રહ્યા છે અને અમેઠીમાં રાહુલને પડકાર આપનારી સ્મૃતિ ઈરાનીનું માનવું છે કે રાહુલને પહેલાથી જ ખબર હતી કે તેઓ ત્યાંથી ચૂંટણી હારી રહ્યા છે તેથી વાયનાડની સીટ પસંદ કરી. જોકે, આપને જણાવી દઈએ કે ગઠબંધને અમેઠી રાયબરેલી સીટથી કોઈ ઉમેદવાર નહોતો ઉતાર્યો.

    આ પણ વાંચો, Opinion Pollમાં NDAને મળી હતી ઓછી બેઠક, Exit Pollમાં બદલાયા સમીકરણ

    2014ની લોકસભા ચૂંટણી મોદી લહેરની વચ્ચે સ્મૃતિ ઈરાનીને 15 દિવસ પહેલા અમેઠથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી 1 લાખના અંતરથી જીત્યા હતા પરંતુ ત્યારે અમેઠીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો.

    ગાયત્રી પ્રજાપતિના પ્રભાવનો કર્યો ઉપયોગ

    બીજેપી પર આરોપ છે કે તેઓએ અમેઠીમાં હવાની દિશાને બદલવા માટે જેલમાં બંધ ગાયત્રી પ્રજાપતિને લખનઉ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. જો પરિણામ એક્ઝિટ પોલ મુજબ જ આવશે તો આવનારા સમયમાં તે કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી છે.

    આ પણ વાંચો, Exit Poll: કન્હૈયા કુમાર અને શત્રુધ્ન સિન્હાના પરાજયનો અણસાર
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Rae bareli, Sonia Gandhi, અમેઠી`, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन