રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું કે, 2019ની ચૂંટણીમાં વધારે સીટો જીતનાર પાર્ટી જ વડાપ્રધાન પદ માટે દાવો કરશે. તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તે નિવેદન પર પણ ખુશી વ્યક્ત કરી કે, જેમાં તેમને કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન બનવાનો સ્વપ્ન જોઈ રહ્યાં નથી.
પવારે કહ્યું, ચૂંટણી થવા દો, આ લોકોને (BJP)ને સત્તામાંથી બેદખલ થવા દો. આપણે એકસાથે બેઠીશું. વધારે સીટ જીતનાર પાર્ટી વડાપ્રધાન પદ પર દાવો કરી શકે છે.
તેમને મુંબઈમાં પાર્ટીની બેઠકમાં કહ્યું, "હું તે વાતથી ખુશ છું કે, કોંગ્રેસ નેતા (રાહુલ ગાંધી)એ પણ કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન પદની દોડમાં નથી." રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતુ કે, તેઓ વડાપ્રધાન બનાવાનો સ્વપ્ન જોઈ રહ્યાં નથી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું. "હું આવી રીતના સ્વપ્ન જોતો નથી. હું પોતાને એક વૈચારિક લડાઈ લડનારના રૂપમાં જોવું છું અને આ પરિવર્તન મારા અંદર 2014 પછી આવ્યો. મે અનુભવ્યું કે, જે રીતની ઘટનાઓ દેશમાં થઈ રહી છે તેનાથી ભારત અને ભારતીયોને ખતરો છે. મારે આનાથી દેશની રક્ષા કરવી છે."
મુંબઈમાં આયોજિત બેઠકમાં પવારે રાકાંપા નેતાઓને યાદ અપાવ્યું કે, 2004ની સામાન્ય ચૂંટણી પછી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનને તત્કાલીત રાજગ સરકારને સત્તામાંથી બેદખલ કર્યા હતા. તેમને કહ્યું કે, તેઓ દરેક રાજ્યમાં જઈને લોકલ પાર્ટીઓને વિપક્ષ સાથે જોડવાની કોશિષ કરશે જેઓ હાલમાં ભાજપા સાથે નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ છે. દરેક રાજ્યની સ્થિતિ અલગ છે. તેથી અમે દરેક રાજ્યમાં મજબૂત લોકોને પોતાના સાથે લેવા પડશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર