ઉન્નાવ દુષ્કર્મ કેસ : કુલદીપ સેંગરને આજીવન કેદની સજા, 25 લાખનો દંડ

News18 Gujarati
Updated: December 20, 2019, 2:31 PM IST
ઉન્નાવ દુષ્કર્મ કેસ : કુલદીપ સેંગરને આજીવન કેદની સજા, 25 લાખનો દંડ
કુલદીપ સિંહ સેંગરની ફાઇલ તસવીર

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં તીસ હજારી કોર્ટમાં દોષી પુરવાર થયા બાદ કુલદીપ સેંગરને કોર્ટ ફટકારી સજા

  • Share this:
નવી દિલ્હી : ઉન્નાવ દુષ્કર્મ મામલા (Unnao Rape Case)માં દોષી પુરવાર થયેલા કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Sengar)ને તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)એ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સેંગરને આજીવન કેદની સજાની સાથોસાથ પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. ચુકાદા સમયે કુલદીપ સેંગર જજની સામે હાથ જોડીને ઊભો રહ્યો હતો.

કોર્ટે મામલાની તપાસ કરનારી સીબીઆઈને નિર્દેશ આપ્યા કે પીડિતા અને તેના પરિવાર પર ખતરાની સમીક્ષા કરે અને તેમને જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવે. સાથોસાથ સીબીઆઈને પીડિતા અને તેના પરિવારને સુરક્ષિત આવાસ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ પહેલા શુક્રવાર સવારે સુનાવણી શરૂ થતાં જજે કુલદીપ સેંગરને લૉકઅપથી લાવવા માટે કહ્યું. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે ફરી એકવાર કહ્યું કે તેમના અસીલ કુલદીપ સેંગરની બે દીકરીઓ અને પત્ની છે, તેમની પર તમામની જવાબદારી છે. તેથી સજા આપતી વખતે આ વાત ધ્યાનમાં લેવામાં આવે.નોંધનીય છે કે, આ પહેલા 17 ડિસેમ્બરે આ મામલાની સુનાવણીમાં સીબીઆઈ (CBI)એ સેંગરને મહત્તમ સજા આપવાની માંગ ઉઠાવી હતી. સાથોસાથ પીડિતાને યોગ્ય વળતર આપવાનો આગ્રહ કર્યો હતો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે તેમની (કુલદીણ સેંગર)ની ઉંમર 54 વર્ષ છે અને તેમનું સમગ્ર કારકિર્દી જોવામાં આવે તો વર્ષ 1988થી અત્યાર સુધી તેઓ પબ્લિક ડીલિંગ કરતા રહ્યા છે. તેઓએ હંમેશા લોકોની સેવા કરી છે. સાથોસાથ વકીલે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ આ પહેલો મામલો છે. તેમની બે દીકરીઓ છે જે લગ્નને લાયક છે એવામાં તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ.

પીડિતાના પરિવાર પર નોંધાવ્યા ખોટા કેસ

ગત સોમવારે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે મામલામાં આરોપી બનાવવામાં આવેલા શશિ સિંહની ભૂમિકાને સંદેહમાં મૂકી. શશિ સિંહની વિરુદ્ધ પૂરતાં પુરાવા ન હોવાના અને તેમની સીધી રીતે ભૂમિકા સ્પષ્ટ ન થવાના કારણે કોર્ટે તેમને સંદેહનો લાભ આપતાં મામલામાંથી નિર્દોષ જાહેર કરી દીધા હતા.

સેંગર સામે હજુ ત્રણ મામલા છે

નોંધનીય છે કે, કુલદીપ સેંગર પર હજુ ત્રણ વધુ મામલા દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યા છે. હજુ સેંગરને દુષ્કર્મના મામલામાં દોષી કરાર કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં મામલો સામે આવ્યા બાદ કુલદીપ સેંગરની 14 એપ્રિલ, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજેપીએ તેને પાર્ટીથી હાંકી કાઢ્યો હતો.

આ પણ વાંચો, શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થતો હતો ત્યારે પ્રદર્શન કરી રહેલા યુવાનો બન્યા ઢાલ
First published: December 20, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading