Home /News /national-international /

UAEએ ભારતના હવાલે કર્યો CRPF કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ

UAEએ ભારતના હવાલે કર્યો CRPF કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ

નિસાર અહમદ તાંત્રેની ફાઇલ તસવીર

લૈથાપોર સ્થિત CRPF કેમ્પ પર 30-31 સપ્ટેમ્બર 2017ની રાત્રે હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા હતા

    જમ્મુ-કાશ્મીર સ્થિત પુલવામાના લૈથાપોરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડનારો હવે ભારતની પકડમાં છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે 2017માં CRPF કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને સંયુક્ત આરબ અમીરાતે (UAE) ભારત ડિપોર્ટ કરી દીધો છે.

    નિસાર અહમદની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત અરેપોર્ટ પર ધરપકડ કરી લીધી છે. તે 1 ફેબ્રુઆરીએ UAE ચાલ્યો ગયો હતો. UAEએ તેને ડિપોર્ટ કરી દીધો ત્યારબાદ મંગળવાર રાત્રે તેની ધરપકડ કરવામાં આવી.

    નિસાર અહમદ વર્ક વીઝાના આધારે ભાગવાની ફિરાકમાં હતો. સૂત્રો અનુસાર તાંત્રનો ભાઈ, નૂર મોહમ્મદ તાંત્રે પણ જેશ-એ-મોહમ્મદનો કમાન્ડર હતો, જેને ગયા વર્ષે સૈન્ય કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, 'મને મારા કર્યા પર પસ્તાવો છે,' ISISની દુલ્હન બનેલી શમીમા બેગમ

    લૈથાપોર સ્થિત CRPF કેમ્પ પર 30-31 સપ્ટેમ્બર 2017ની રાત્રે હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકી સંગઠનનું કહેવું હતું કે આ ફિદાયીન હુમલો તેના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, ઉમર અબ્દુલા પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યું - પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ

    26 ડિસેમ્બરે સૈન્ય કાર્યવાહીમાં 3 ફુટના આતંકવાદી અને જૈશ કમાન્ડર નૂર ત્રાલીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં બુરહાન વાની બાદ તે આ આતંકનું બીજું નામ બની ગયો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CRPF, Jaish e Mohammad, UAE, આતંકવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन