Home /News /national-international /IAS ટૉપર યુગલ ટીના ડાબી અને અતહર આમિર ખાને તલાક લીધા, 2018માં થયા હતા લગ્ન

IAS ટૉપર યુગલ ટીના ડાબી અને અતહર આમિર ખાને તલાક લીધા, 2018માં થયા હતા લગ્ન

ફાઇલ તસવીર.

Tina Dabi and Athar Amir-ul-Shafi divorce: ટીના ડાબીએ દિલ્હીની પ્રતિષ્ઠિત લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ટીના પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસ પરીક્ષામાં ટૉપ કરનાર દેશની પ્રથમ દલિત યુવતી છે.

નવી દિલ્હી: આઈએએસ (IAS) અધિકારી ટીના ડાબી (Tina Dabi) અને અતહર આમિર ખાન (Athar Amir-ul-Shafi)ના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે. બંનેએ તલાક લઈ લીધા છે. 2018માં બંનેએ લગ્ન કર્યાં ત્યારે ખૂબ ચર્ચા જાગી હતી. અનેક રાજકીય નેતાઓ પણ આ લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા. જયપુરની ફેમિલી કોર્ટે (Family court) બંનેના તલાકની અરજી માન્ય રાખી છે. હકીકતમાં 2015માં સિવિલ સેવા પરીક્ષામાં (UPSC) ટીના ડાબી ટૉપ પર રહી હતી. એ જ વર્ષે આમીર અતહર બીજા નંબર પર રહ્યો હતો. બંને વચ્ચે પ્રથમ પ્રેમ પાંગર્યો હતો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જે તે સમયે લોકોએ બંનેને લગ્નને ધાર્મિક રંગ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંનેએ એકબીજાની સહમતિથી નવેમ્બરમાં ફેમિલી કોર્ટમાં તલાક માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે બંને રાજસ્થાન કેડરના અધિકારી છે અને જયપુરમાં ફરજ પર હતા. અતહરનં પોસ્ટિંગ હાલ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છે.

ટીના ડાબીએ દિલ્હીની ખૂબ જ પ્રસિદ્ધ લેડી શ્રીરામ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. ટીના ડાબી સિવિલ સેવા પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ટૉપ કરનારી પ્રથમ દલિત યુવતી છે. પરીક્ષા પાસ કર્યા બાદ તાલિમ દરમિયાન તેની મુલાકાત કાશ્મીરના અનંતનાગના અતહર ખાન સાથે થઈ હતી. બંનેએ એપ્રિલ 2018માં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમારંભમાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને તત્કાલિન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Zomatoની ખોટ વધીને રૂ. 356 કરોડ થઈ, શેર ખરીદવો કે વેચવો? નિષ્ણાતોએ આપી આ સલાહ 

ટીના અને અતહર અલગ અલગ ધર્મના હોવાથી આ લગ્નએ દેશમાં ખૂબ ચર્ચા જગાવી હતી. અનેક લોકોએ બંનેના લગ્નને ધાર્મિંક રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને આ તમામ વાતોથી પર રહ્યા હતા. જોકે, હવે બંનેના તલાક થયા હોવાથી ફરીથી અલગ અલગ પ્રકારની ચર્ચા જાગી છે.

એપ્રિલ, 2018માં લગ્ન

ટીના અને અતહરનાં લગ્નનું આયોજન કાશ્મીરમાં કરવામાં આવ્યું. ટીના ડાબી દિલ્હીની રહેવાસી છે, જ્યારે અતહર કાશ્મીરનો નિવાસી છે. પરિવારોની પરવાનગી બાદ આ લગ્નનું આયોજન અનંતનાગનાં પહેલગામ ખાતે આવેલા ટૂરિસ્ટ રિઝોર્ટમાં કરવામાં આવ્યું હતું. ટીના પોતાનાં પરિવાર તથા સંબંધીઓ સાથે કાશ્મીર પહોંચી હતી. અહીં કેટલીક ધાર્મિક વિધી બાદ લગ્ન સમારોહ થયો હતો. લગ્ન બાદ બંને અતહરનાં પૈતૃક ગામ દેવેપોરા મટ્ટન ખાતે જતા રહ્યા હતા.
First published:

Tags: Divorce, Exam, UPSC, આઇએએસ, આઇપીએસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો