Zakia Jafri Case: ઝાકિયાએ સુપ્રીમ કોર્ટમાં 9મી ડિસેમ્બર, 2021ના રોજ અરજી દાખલ કરી હતી. જે તે સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપતી અરજીના વિરુદ્ધમાં થયેલી અરજી પર મેરેથોન સુનાવણી થઈ હતી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણો (2022 Gujarat riots) મામલે તપાસ સમિતિના રિપોર્ટ સામે થયેલી અરજીને ફગાવી દીધી છે. ગુજરાતમાં રમખાણોની તપાસ માટે નિમવામાં આવેલી સીટે (Special Investigation Team) ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ક્લીન ચિટ આપી હતી. SITના રિપોર્ટના વિરુદ્ધમાં ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સિટના તપાસ રિપોર્ટને યોગ્ય માન્યો છે.
ઝાકિય જાફરી (Zakia Jafri)ની અરજી પર જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે ફેંસલો સંભળાવ્યો હતો. ઝાકિયાએ સુપ્રીમ કોર્ટમાં 9મી ડિસેમ્બર, 2021ના રોજ અરજી દાખલ કરી હતી. જે તે સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપતી અરજીના વિરુદ્ધમાં થયેલી અરજી પર મેરેથોન સુનાવણી થઈ હતી.
Supreme Court dismisses plea filed by Zakia Jafri, widow of former Congress MP Ehsan Jafri, challenging the clean chit given by the Special Investigation Team (SIT) to the then state CM Narendra Modi and several others in the 2002 Gujarat riots.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યકાંડમાં ઝાકિયા જાફરીના પતિ અને કૉંગ્રેસના સાંસદ અહેસાન ઝાફરી (Ehsan Jafri)ની હત્યા થઈ હતી.
અનેક લોકોને મળી હતી ક્લીન ચિટ
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ બાદ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો મામલે ઊંચા હોદ્દા પર રહેલા અનેક લોકોને ક્લીન ચિટ આપી હતી. સીટના તપાસ રિપોર્ટમાં ગોધરામાં ટ્રેન અગ્નિકાંડ બાદ કોમી તોફાનો કરવાનું ષડયંત્ર ઘડાયું હોવાની વાતને નકારી દેવામાં આવી હતી. 2017ના વર્ષમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટ વિરુદ્ધ અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરી તરફથી કરવામાં આવેલી અરજી નકારી કાઢી હતી.
ગુજરાત હાઇકોર્ટે સીટ વિરુદ્ધ થયેલી અરજી નકારી કાઢતા જે તે સમયે ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે અનેક સુનાવણી બાદ આજે સુપ્રીમે પોતાના ફેંસલો સંભળાવી દીધો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર