SCનો ગુજરાત સરકારને આદેશ : બિલ્કિસ બાનોને બે સપ્તાહની અંદર 50 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપો

News18 Gujarati
Updated: September 30, 2019, 12:10 PM IST
SCનો ગુજરાત સરકારને આદેશ : બિલ્કિસ બાનોને બે સપ્તાહની અંદર 50 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપો
બિલ્કિસ બાનો (ફાઇલ તસવીર)

2002ના ગુજરાત તોફાનોમાં દુષ્કર્મનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને મકાન આપવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ગુજરાત સરકાર (Gujarat Government)ને 2002ના તોફાનો (2002 Gujarat Riots) દરમિયાન સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનો (Bilkis Bano)ને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને મકાન આપવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ નિર્દેશ પહેલા પણ સુપ્રીમ કોર્ટ આપી ચૂકી છે, પરંતુ આ વખતે કોર્ટે સ્પષ્ટપણે બે સપ્તાહની અંદર બિલ્કિસ બાનોને આ સુવિધાઓ આપવા કહ્યું છે. નોંધનીય છે કે, હિંસક ભીડે આ હુમલામાં બિલ્કિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા કરી દીધી હતી.

આ વર્ષે એપ્રિલ મહિનામાં આ મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈ (Ranjan Gogoi), જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચને ગુજરાત સરકારે સૂચિત કરી કે આ મામલામાં દોષી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. બેન્ચને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને પેન્શન લાભ રોકી દેવામાં આવ્યા છે અને મુંબઈ હાઈકોર્ટ દ્વારા દોષી આઈપીએસ અધિકારીને બે રેન્કનું ડિમોશન કરવામાં આવ્યું છે.

બિલ્કિસ બાનોએ આ પહેલા સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી કરી તેમને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની રાજ્ય સરકારની રજૂઆત ઠુકરાવતાં એવું વળતર માંગ્યું હતું જે બીજાઓ માટે ઉદાહરણરૂપ બને. સુપ્રીમ કોર્ટે આ પહેલા 29 માર્ચે ગુજરાત સરકારને કહ્યું હતું કે મુંબઈ હાઈકોર્ટ દ્વારા દોષી ઠેરવેલા આઈપીએસ અધિકારી સહિત તમામ દોષી પોલીસકર્મીઓની વિરુદ્ધ બે સપ્તાહની અંદર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલે વળતર આપવાનો આદેશ કર્યો હતો

નોંધનીય છે કે, ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે.

ટોળાએ બિલ્કિસના પરિવારના 14 સભ્યોની હત્યા કરી હતી

દુષ્કર્મ સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. સામૂહિક દુષ્કર્મ ઉપરાંત બિલ્કિસના પરિવારના 14 લોકોની ટોળાએ હત્યા કરી નાખી હતી. મૃતકોમાં બિલ્કિસની એક દીકરીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં ગુજરાત સરકારે બિલ્કિસને રૂ. પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જેની સામે બિલ્કિસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

12 લોકોને દોષિત જાહેર કરાયા હતા

બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે 12 લોકોને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્યમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન રાધિકાપુરા ગામ ખાતે બિલ્કિસ પર સામૂહિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ કેસમાં આરોપી તરીકે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બાકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટના નામ આપવામાં આવ્યા હતા. આ તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસને બાદમાં મુંબઈ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.

આ પણ વાંચો,

પૂરનો કહેર : UP અને બિહારમાં 109 લોકોનાં મોત, આગામી 24 કલાક અતિ ભારે
મોબાઇલ સેવા પર પ્રતિબંધ માનવાધિકારોનું ઉલ્લંઘન નથી : અમિત શાહ
First published: September 30, 2019
વધુ વાંચો
अगली ख़बर