સુરક્ષા બળ (Security Forces) આ વર્ષે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી લગભગ 200 જેટલા આંતકીઓનો સફાયો (200 Terrorist Killed) કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઇ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ આંકડા ખાલી ઓક્ટોબર મહિના સુધીના જ છે. નોંધનીય છે કે 2019માં સુરક્ષાબળોએ 159 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જાણકારી મુજબ સીઆરપીએફ, સેનાના પોલીસે સંયુક્ત ડેટા મુજબ જૂન મહિનામાં સૌથી વધુ 49 આતંકીઓને મારવામાં આવ્યા.
ડેટા મુજબ સૌથી વધુ એકાઉન્ટર દક્ષિણ કાશ્મીરમાં થયા છે. આ વિસ્તારમાં ખાલી 138 એન્કાઉન્ટર થયા છે. શોપિયા અને પુલવામા જેવા વિસ્તારોમાં 98 એનકાઉન્ટર થયા છે. 49 પુલવામા અને 49 શોપિંયામાં. શોપિયા અને પુલવામામાં આતંકી સંગઠનમાં સૌથી વધુ યુવાઓ બરગલા કરી આતંકી બનાવાનું કામ કરતા હતા. સર્વાધિક આતંકી હિજબુલ મુઝાહિદ્દીનના માર્યા છે. પાક સમર્થિત આ આંતકી સંગઠનના 72 આતંકીઓનો સફાયો થયો છે. લશ્કર એ તૈયબાના 59 આતંકીઓને સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં માર્યા છે.
વધુ વાંચો :
સીતારામ યેચૂરીનો Exclusive ઇન્ટરવ્યૂ : "જે રીતે બંધારણનો નાશ કરાઇ રહ્યો છે, તે જોતા ભાજપને હરાવવું જરૂરી છે"
સિક્યોરિટી ઇનપટ્સ મુજબ જે વખતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા કરવાની જવાબદારી લશ્કર એ તૈયબાએ લઇ રાખી છે. ત્યાં જ હિજ્બુલ મુઝાહિદ્દીન મોટા બંધ કરાવવા અને રાજનૈતિક કે પોલીસ હત્યામાં જોડાયેલું છે. ડેટા મુજબ જૈશ એ મોહમ્મદના 37 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. આ સિવાય 32 આતંકી વિભિન્ન સંગઠનોથી જોડાયેલા છે. જેમાં ઇસ્લામિક સ્ટેટ પણ સામેલ છે.
નોંધનીય છે કે આ વર્ષે સુરક્ષાબળો કાશ્મીરમાં મોટું અભિયાન છેડી રહ્યા છે.
કેટલાક મહિલા પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે મહાનિર્દેશક દિલબાગ સિંહએ પ્રેસવાર્તામાં કહ્યું હતું કે આ મોટો સંગઠનોની ટોપ લીડરશીપનો સફાયો કરવામાં આવશે. સુરક્ષા બળોએ એક પછી એક વિવિધ ચરણોમાં મોટી કાર્યવાહી કરીને આંતકવાદી ગતિવિધિઓની કમર તોડી નાંખી છે.
Published by:Chaitali Shukla
First published:November 02, 2020, 19:49 pm