રેસ્ટોરામાં જમવા ગયા પતિ-પત્ની, વેઈટરને આપી 2000 ડૉલરની Tip, કારણ જાણી ચોંકી જશો

(Photo Credit: Facebook)

શિકાગોના એક કપલે મુશ્કેલ સમયમાંથી પસાર થતા તેમના ફેવરિટ રેસ્ટોરાને મદદ કરીને એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું

 • Share this:
  શિકાગો. કોઈપણ મનપસંદ રેસ્ટોરા (Restaurant) કે કેફે (Café)નું જમવાનું જ નહીં, પરંતુ ત્યાં વિતાવેલી પળ, ત્યાંના સંસ્મરણો પણ એક આગવી વિશેષતા આપણા મનમાં બની જાય છે. કેટલીક જગ્યાઓ સાથે આપણો ભાવનાત્મક બંધન પણ જોડાઈ જાય છે. તમારા કુટુંબીજનો (Family), મિત્રો (Friends) અથવા પ્રિયજનો (Relatives) સાથે તમારા મનપસંદ સ્થળે ફરવા જવાથી તમે દરેક મુલાકાત અને ખાણીપીણીની યાદોની સાથે તે જગ્યા સાથે પણ જોડાઈ જાવ છે.

  કોરોનાવાયરસ (Coronavirus)ને પગલે રેસ્ટોરા સેક્ટરની હાલત કફોડી થઈ છે. શિકાગોના એક યુગલે મુશ્કેલ સમયમાંથી પસાર થતા તેમના જ ફેવરિટ રેસ્ટોરાને મદદ કરીને એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. વેલેન્ટાઈન ડેના દિવસે રેસ્ટોરન્ટે તેમના ફેસબુક પેજ પર રીસિપ્ટસ શેર કરી હતી.

  અમેરિકા (America)ના શિકાગો (Chicago)ના એક દંપતીએ ક્લબ લકી (Club Lucky)માં 137.33 ડોલરના બિલની સામે 2000 ડોલરની ટિપ આપી હતી. રીસિપ્ટસમાં યુગલે લખ્યું હતુ કે ‘20 વર્ષોની સારી યાદો, શાનદાર ફૂડ અને ઉત્કૃષ્ટ સેવાઓથી અમે ખુશ છીએ.’

  આ પણ વાંચો, ખુશખબરી! સસ્તું સોનું ખરીદવાની ઉત્તક તક, ચેક કરી લો આજના ભાવ

  ફેસબૂક (Facebook)ના કેપ્શનમાં રેસ્ટોરા સંચાલકોએ લખ્યું હતુ કે મહેમાન અને તેની પત્નીએ 20 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરીના રોજ આ જ રેસ્ટોરામાં તેમની પ્રથમ ડેટ(Date) કરી હતી. દર વર્ષે આ યુગલ તે જ તારીખે સાંજે 7.30 કલાકે બૂથ નંબર 46 પર જ ફરી ડેટ કરે છે, પોતાની જુની યાદોને વાગોળે છે. દર વર્ષે અમે પણ તેમને યોગ્ય સાથ-સહકાર અને પ્રેમ આપ્યો છે. રેસ્ટોરન્ટે આ અતુલ્ય કામ માટે દંપતીનો આભાર માન્યો હતો.

  રેસ્ટોરાના સંચાલકોએ એક ભાવુક પોસ્ટમાં લખ્યું કે, ‘આ દંપતીના જીવનનો એક ખાસ ભાગ બનવા બદલ અમે ભાવુક છીએ અને આ કપરા સમયમાં તેમણે કરેલ મદદ બદલ અમે તેમની તેમની ઉદારતાના ખૂબ-ખૂબ આભારી છીએ....!! તેમની આ સહાયથી આ મુશ્કેલ સમયમાં પણ અમારા સમગ્ર સ્ટાફને પ્રેરણા આપી છે. ખરેખર અમે તમારો આભાર માની શકતા જ નથી.

  આ દંપતીએ આપેલ 2000 ડોલર એટલેકે 1.5 લાખ રૂપિયાની ટીપ(Tip)ને 'અમેઝિંગ સ્ટાફ' વચ્ચે સમાનરૂપે વહેંચવા જણાવ્યું હતું.

  આ પણ જુઓ, OMG VIDEO: મહિલાની ઉપરથી પસાર થઈ ટ્રેન, છતાં થયો આબાદ બચાવ

  કપલની આ દરિયાદિલી લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટને જોયા બાદ અન્ય એક દંપતીએ કહ્યું કે તેણી અને તેના પતિની પહેલી Date પણ અહીં જ ધ ક્લબ લકીમાં થઈ હતી. અન્ય એક યુઝરે લખ્યું છે કે ક્લબ લકી 'ઘણા લોકો માટે ઘર સમાન જ છે, કારણ કે તેઓ ગ્રાહકોને ઉત્તમ કક્ષાની સેવા આપે છે.'
  Published by:Mrunal Bhojak
  First published: