20 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોત, પોલીસના મારથી મોત થયું હોવાનો પરિવારનો આરોપ

News18 Gujarati
Updated: June 27, 2020, 7:51 PM IST
20 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોત, પોલીસના મારથી મોત થયું હોવાનો પરિવારનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

સાગરના પરિવાર અને પ્રત્યક્ષ સાક્ષીનો આરોપ છે કે પોલીસે તેને માર માર્યા બાદ તેનું મોત નીપજ્યું હતું અને તેનો ગેરરીતિ સાથે કોઈ સંબંધ નથી.

  • Share this:
શરથ શર્મા કાલાગરુ, વિજયપુરાઃ સાગર કાંબલે નામનો 20 વર્ષીય યુવકનું શનિવારે વિજયપુરા જિલ્લામાં (Vijaypura) રહસ્યમય પરિસ્થિતિઓમાં મોત થયું હતું. આ ઘટના 10મી (SSLC) પરીક્ષા કેન્દ્રની પાસે વિજયપુરના હોવિના હિપ્પારગી ગામમાં ઘટી હતી.

પોલીસનું કહેવં છે કે મૃતક પોતાના દોસ્તો સાથે એસએસએલવી પરીક્ષા કેન્દ્ર પાસે પહોંચ્યો હતો.અને તે ગેરરીતમાં મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ સાગરના પરિવાર અને પ્રત્યક્ષ સાક્ષીનો આરોપ છે કે પોલીસે તેને માર માર્યા બાદ તેનું મોત નીપજ્યું હતું અને તેનો ગેરરીતિ સાથે કોઈ સંબંધ નથી.

આ પણ વાંચોઃ-અનોખી પહેલ! કોરોના વાયરસના સંક્રમણને રોકવા રબારી સમાજે બનાવ્યા આવા નિયમો, અન્ય સમાજોને નવી રાહ ચીંધી

શિવાપ્પા, જે એક સાક્ષી છે અને આ ઘટના દરમિયાન સાગર સાથે હતો તેણે ન્યૂઝ18ને કહ્યું હતું કે તેઓ પોલીસના દાવા મુજબ કોઈપણ પરીક્ષામાં થતી ગેરરીતિઓ સાથે જોડાયેલા નથી. “અમે હૂવિના હિપ્પારાગીમાં પરીક્ષા કેન્દ્ર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મીએ અમને અટકાવ્યા. તેણે અમને પૂછ્યું કે ક્યા તરફ જઈ રહ્યા છે અને તેણે અમારી મોટરસાયકલ ઉપર હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ-માનવતા શર્મસાર! JCBથી કોરોના મૃતકોની લાશોને સ્મશાને પહોંચાડી, સીએમ ભડક્યા, બે અધિકારીઓ સસ્પેન્ડ

શિવપ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં કહ્યું સાગર બીમાર છે અને અમે હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ. તેણે ફરીથી હુમલો કર્યો હતો. અમે તેને કહ્યું કે અમે પાછા જઈશું અને મોટર સાયકલ ફેરવીશું. ત્યારબાદ પોલીસ દંડૂકો આપીને તેણે સાગરની પીછેહઠ કરી.આ પણ વાંચોઃ-PNB Alert! બેન્કના દરેક ગ્રાહકોને આપી ચેતવણી, ભુલથી પણ ના કરો આ ભુલ નહીં તો ખાલી થઈ જશે તમારું ખાતું

અહેવાલ મુજબ સાગર પોલીસ કર્મચારી દ્વારા હુમલા બાદ પડી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત તેને હુવિના હિપ્પરગી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિક હેલ્થકેર કર્મચારીઓએ તેમને સાગરને તાલુકાની હોસ્પિટલમાં લઈ જવા આગ્રહ કર્યો. જ્યારે તેઓ બાસવાના બાગેવાડી તાલુકાની હોસ્પિટલમાં પહોંચતા સાગરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-હમ નહીં સુધરેંગે! માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 16 લાખ દંડ વસૂલાયો, બહાના સાંભળીને આવશે હસવું

સ્થાનિક પોલીસ, જેમનું નામ જાહેર કરવા માંગતા નથી, તેઓએ ન્યૂઝ18ને જણાવ્યું કે યુવાનો ગેરરીતી સાથે સંકળાયેલા છે અને જ્યારે પોલીસે તેમને પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેઓ ત્યાંભી ભાગવા લાગ્યા હતા અને પડી ગયા હતા. જ્યારે અમને ખબર પડી કે અમને ખબર પડી કે સાગરને ભૂતકાળમાં કાર્ડિયાક ઈશ્યૂ થયો હતો. અમને લાગે છે કે પકડાયા બાદ તેને શોક લાગવાના કારણે તેનું મોત થયું હશે. કોઈએ તેના ઉપર હાથ ઉપાડ્યો નથી.

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ અધિક્ષક અનુપ અગ્રવાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.
First published: June 27, 2020, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading