દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ ન આપતાં પુત્રવધૂની કરી દીધી હત્યા, પતિ સહિત 4 લોકો ફરાર

લગ્નના બીજા દિવસથી દહેજના કારણે પુત્રવધૂને આપતા હતા ત્રાસ, હત્યા કરીને પતિ, સસરા, સાસુ અને નણંદ થયા ફરાર

લગ્નના બીજા દિવસથી દહેજના કારણે પુત્રવધૂને આપતા હતા ત્રાસ, હત્યા કરીને પતિ, સસરા, સાસુ અને નણંદ થયા ફરાર

 • Share this:
  કાસિમ ખાન, નૂંહ. દહેજ (Dowry)માં ક્રેટા ગાડી અને બે લાખ રૂપિયા નહીં આપવાના કારણે પુત્રવધૂ (Daughter-in-law)ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ ઘટના હરિયાણા (Haryana)ના માલબ ગામની છે. પોલીસ (Police)એ આ મામલામાં 4 લોકો પતિ, સસરા, સાસુ અને નણંદની વિરુદ્ધ સોમવારે દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે. સોમવારે પોલીસે નૂંહ સીએચસીમાં પુત્રવધૂના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem) કરાવી તેને પરિજનોને સોંપી દીધો. અત્યાર સુધી આરોપીઓની ધરપકડ નથી થઈ. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે.

  મૃતક નાહિદા (20)ના પિતા ઇકબાલે પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા 26 ડિસેમ્બર 2019ના રોજ માલબ ગામના ઇનામ મોહમ્મદ સાથે થયા હતા. લગ્નમાં તેમની આર્થિક સ્થિતિ મુજબ દીકરીને સામાન આપ્યો હતો પરંતુ સાસરિયા પક્ષના લોકો ખુશ ન થયા અને લગ્નના બીજા દિવસથી જ તેમની દીકરીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા. ત્યારબાદ દીકરી પીયર આવી ગઈ.

  આ પણ વાંચો, ચાર ફેરા લીધા બાદ રોકડ અને ઘરેણાં લઈને ફરાર થઈ દુલ્હન, પરિજનો અને પંડિત પણ ગાયબ

  દહેજની ડિમાન્ડ પૂરી ન થતાં કરી મારઝૂડ

  દહેજની માંગને લઈને દીકરીને લઈને તેના સાસરીયા પાસે ગયા તો ક્રેટા કાર અને બે લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. આ મામલાને લઈ અનેકવાર પંચાયત થઈ. ત્યારબાદ દીકરીને સાસરિયાવાળા લઈ ગયા. એક સપ્તાહ બાદ ફરીથી દીકરીને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા અને દહેજની ડિમાન્ડ પૂરી ન કરવા પર આખી રાત મારતા રહ્યા. ત્યારબાદ બે લાખ અને ક્રેટા કારની ડિમાન્ડ પૂરી ન કરવા પર દીકરીને મારી નાખવાની ધમકી આપતા રહ્યા. 28 માર્ચની બપોરે સસરા જાન મોહમ્મદનો ફોન આવ્યો કે નાહિદાની તબીયત ખરાબ છે.

  આ પણ વાંચો, Positive News: કોરોના સંક્રમિત ત્રણ ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ શિશુઓને આપ્યો જન્મ

  દીકરી મૃત હાલતમાં જોવા મળી

  જ્યારે નાહિદાના પરિજનો તેના સાસરીયે પહોંચ્યા તો દીકરી મૃત હાલતમાં જોવા મળી. પીડિત પિતાએ કહ્યું કે દહેજની ડિમાન્ડ પૂરી ન કરતાં પતિ ઈનામ, સસરા જાન મોહમ્મદ, સાસુ અને નણંદે મળીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. બીજી તરફ આકેડા પોલીસ ચોકીના ઇન્ચાર્જ બલબીરે જણાવ્યું કે ચારેય આરોપીઓની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ મામલાની આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: