20 વર્ષીય યુવતીને જંગલમાં બંધક બનાવી 14 દિવસ સુધી વારંવાર ગુજાર્યો બળાત્કાર

પ્રતિકાત્મક તસવીર

ગોલુ નામનો યુવક તેને બળજબરીથી બાઇક પર બેસાડીને મંડાના જંગલમાં લઈ ગયો હતો. ગોલુએ તેને 14 દિવસ જંગલમાં બંધક બનાવી હતી.

 • Share this:
  બારાં: રેપ અને ગેંગરેપની ઘટનાઓથી બદનામ થઈ રહેલા રાજસ્થાનમાં વધુ એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં તાજો મામલો બારાં જિલ્લાના અંતા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં શૌચક્રિયા માટે ગયેલી એક 20 વર્ષની યુવતીનું અપહરણ કરી તેને જંગલમાં લઈ જવામાં આવી.. આરોપીઓએ યુવતીને ત્યાં લગભગ 14 દિવસ સુધી બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન હવસખોરોએ યુવતી સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી યુવકો સામે ગુનો નોંધી તેની શોધ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

  અંતા પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, પીડિતા દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ તે 9 નવેમ્બરના રોજ તેના મામાના લગ્નમાં ગઈ હતી. જ્યારે તે ત્યાં શૌચ કરવા ગઈ હતી, ત્યારે બાઇક સવાર ગોલુ નામનો યુવક તેને બળજબરીથી બાઇક પર બેસાડીને મંડાના જંગલમાં લઈ ગયો હતો. ગોલુએ તેને 14 દિવસ જંગલમાં બંધક બનાવી હતી. આ દરમિયાન તેણે તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

  સગાઈની પાર્ટીમાં બોલાવી 22 વર્ષની યુવતી સાથે કર્યો ગેંગરેપ, જબરદસ્તી પીવડાવ્યો દારૂ

  સગાઈની પાર્ટીમાં બોલાવી 22 વર્ષની યુવતી સાથે કર્યો ગેંગરેપ, જબરદસ્તી પીવડાવ્યો દારૂ

  પીડિતાનું કહેવું છે કે, 22 નવેમ્બરના રોજ તેણીને એક રાહદારીના મોબાઈલથી તેના પિતાને ઘટનાની જાણ કરવાની તક મળી. આના પર પિતા ઘટના સ્થળે પહોંચ્યા અને તેને બચાવી લીધી. પીડિતાના અહેવાલ પર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું છે. સબ ઈન્સ્પેક્ટર લક્ષ્મીનારાયણ મીનાએ જણાવ્યું હતું કે, મહિલાના રિપોર્ટ પર કાપરેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી ગોલુ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

  કારમાં એકલા બેઠા હોય તો પણ માસ્ક પહેરવું પડે? જાણો - સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  કારમાં એકલા બેઠા હોય તો પણ માસ્ક પહેરવું પડે? જાણો - સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  અલવરમાં ત્રણ યુવકોએ 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી પર ગેંગરેપ કર્યો હતો
  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અલવર જિલ્લામાં ગેંગરેપનો એક મામલો પણ સામે આવ્યો છે. ત્યાં ત્રણ યુવાનોએ ટ્યુશન ભણવા આવેલી 12મા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હતું. બાદમાં, નિર્જન સ્થળ પર લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ અલવર પોલીસમાં દોડધામ મચી છે. અત્યાર સુધી ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
  Published by:kiran mehta
  First published: