ચેન્નાઈઃ તમિલનાડુના સલેમ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સગીર ક્લાસમેટની સાથે કથિત રીતે લગ્ન કરવાના આરોપમાં 20 વર્ષના કોલેજ સ્ટુડન્ટની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે છોકરો એપ્રિલથી ગુમ હતો. આ દરમિયાન તે સગીર હતો. તે તેની ઉંમર કરતા મોટી ઉંમરની એક વિદ્યાર્થિની સાથે રહી રહ્યો હતો. પુત્ર ગુમ થયા પછી તેના માતા-પિતાએ તેને શોધવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે કાર્યવાહી પછી પોલીસેને કિશોરની ભાળ મળી ગઈ છે.
POCSO એક્ટ મુજબ આરોપ લાગાવવામાં આવ્યો
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ યુવતીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. તેની પર POCSO એક્ટ અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીને મહિલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બીજી તરફ અન્ય એક મામલામાં કુડ્ડાલોર જિલ્લામાં 16 વર્ષથી છોકરીની સાથે લગ્ન કરવાના આરોપમાં 16 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બસ સ્ટેન્ડ પર ઉભેલી છોકરીના ગળામાં મંગળસૂત્ર પહેરાવતા એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે પછી પોલીસે છોકરાની ધરપકડ કરી હતી. હવે પોલીસે કિશોરની વિરુદ્ધ પોસ્કો એક્ટ અતર્ગત કેસ નોંધાવીને તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધો છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આરોપી છોકરાએ કથિત રીતે છોકરીની સાથે સંબંધ બનાવ્યા હતા. હવે તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર મંગળસૂત્ર પહેરાવતો વીડિયો અપલોડ કરવાના મામલામાં પોલીસે એક અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર