Home /News /national-international /પ્રેમમાં પાગલ થઈ શેઠાણી, 20 વર્ષની છોકરીએ તેના નોકર સાથે લગ્ન કર્યા

પ્રેમમાં પાગલ થઈ શેઠાણી, 20 વર્ષની છોકરીએ તેના નોકર સાથે લગ્ન કર્યા

મુસ્કાનને આમિરનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું.

એમ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 20 વર્ષની છોકરીને પોતાના જ નોકર પર દીલ આવી ગયું. તેણે નોકરને પોતાના ઘરમાં જાનવરોની દેખરેખ કરવા માટે રાખ્યો હતો. જોકે તે તેની ઈમાનદારી પર ફિદા થઈ ગઈ અને પછી તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. છોકરીનું કહેવું છે પ્રેમમાં નાના-મોટા, અમીર-ગરીબ એ વું કઈ જ જોવામાં આવતું નથી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: એમ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 20 વર્ષની છોકરીને પોતાના જ નોકર પર દીલ આવી ગયું. તેણે નોકરને પોતાના ઘરમાં જાનવરોની દેખરેખ કરવા માટે રાખ્યો હતો. જોકે તે તેની ઈમાનદારી પર ફિદા થઈ ગઈ અને પછી તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. છોકરીનું કહેવું છે પ્રેમમાં નાના-મોટા, અમીર-ગરીબ એ વું કઈ જ જોવામાં આવતું નથી.

    25 વર્ષના આમિર સાથે થઈ ગયો પ્રેમ

    છોકરીનું નામ મુસ્કાન છે અને તે પાકિસ્તાનના પંજાબની રહેવાસી છે. મુસ્કાને યુટયુબ વીડિયોમાં જણાવ્યું કે કઈ રીતે તેને 25 વર્ષના આમિર સાથે પ્રેમ થઈ ગયો. આમિરને તેણે પોતાના ઘરની ભેંસની દેખરેખ માટે રાખ્યો હતો. મુસ્કાન કહે છે કે તેની પાસે ચાર ભેંસ હતી, તેની દેખરેખ કરવા માટે તેણે આમિરને કામે રાખ્યો હતો. આમિર ખૂબ જ ઈમાનદાર માણસ છે અને તે તેનું કામ મન લગાવીને કરતો હતો. તે આવ્યા પછી ભેંસ વધુ દૂધ આપવા લાગી હતી. મુસ્કાન આમિરના કામથી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેને આમિર સારો લાગવા લાગ્યો હતો. એક દિવસ તેણે આમિરને દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું.

    જ્યારે આમિર તબેલામાં ભેંસને ન્હવડાવી રહ્યો હતો. તે સમયે મુસ્કાને આમિરને પ્રપોઝ કર્યું. મુસ્કાને કહ્યું કે હું તને પસંદ કરવા લાગી છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને આમિર એક સમય માટે ચોંકી ગયા. મુસ્કાને જવાબ આપવા માટે આમિરને સાંજ સુધીનો સમય આપ્યો. સાંજે આમિરે પોતાના ઘરના સભ્યોને પૂછીને મુસ્કાનનો લગ્નનનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો.

    આ પણ વાંચો: લવ મેરેજ પછી પણ મિત્ર સાથે થઇ ગયો પ્રેમ, પતિએ કરી નાખી પત્નીની હત્યા

    ભેંસોની દેખરેખ માટે અન્ય 3 લોકોને કામે રાખ્યા

    20 વર્ષની મુસ્કાન ઘરમાં પોતાની માતા સાથે એકલી રહે છે. તેની માતાએ પણ તેને નોકર સાથે લગ્ન કરવાની ના નહોતી પાડી. આમિર સાથે લગ્ન પછી મુસ્કાને ભેંસોની દેખરેખ માટે ત્રણ લોકોને કામ પર રાખ્યા છે. તે કહે છે કે લગ્ન પછી આમિરને તે વધુ પ્રેમ કરવા લાગી છે. જ્યારે આમિર કહે છે કે મુસ્કાન સાથે લગ્ન કરીને તેને ઘણું બધુ મળી ગયું છે.

    આમિર પોતાની પત્ની મુસ્કાન માટે ગીતો પણ ગાય છે- તેરે ઈશ્ક મેં પાગલ હો ગયા, દીવાના તેરે રે...મુસ્કાન એક શાયરી દ્વારા પ્રેમ કરે છે- ચાંદની ચાંદથી થાય છે, સિતારાઓથી નહીં. મોહબ્બત એક સે હોતી હૈ હજારોસે નહીં.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Love, Love affair, Love life

    विज्ञापन
    विज्ञापन