Home /News /national-international /મુંબઈ પોર્ટ પરથી 1725 કરોડનું 20 ટન હેરોઈન જપ્ત, મોટો સવાલ- ભારત કઈ રીતે પહોંચ્યો આટલો મોટો જથ્થો?
મુંબઈ પોર્ટ પરથી 1725 કરોડનું 20 ટન હેરોઈન જપ્ત, મોટો સવાલ- ભારત કઈ રીતે પહોંચ્યો આટલો મોટો જથ્થો?
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે મુંબઈ સ્થિત નાવા શેવા બંદરગાહ પરથી હેરોઈનના મોટા જથ્થાને જપ્ત કર્યો છે.
ભારતને નશો કરતુ કરી દેવાના એક પ્રયત્નને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. ગુપ્ત માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંબઈમાં આવેલા નાવા શેવા બંદર પરથી 20 ટન હેરોઈનને જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસે જપ્ત કરેલું આ હેરોઈન અત્યાર સુધીનો સૌથી મોટો ખેપ છે. તેની બજાર કિંમત 1725 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ડ્રગ્સને આટલા મોટા પ્રમાણમાં જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ હેરોઈનનો આટલો બધો જથ્થો નાવા શેવા બંદર સુધી પહોંચ્યો કઈ રીતે?
નવી દિલ્હી: ભારતને નશો કરતુ કરી દેવાના એક પ્રયત્નને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. ગુપ્ત માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંબઈમાં આવેલા નાવા શેવા બંદર પરથી 20 ટન હેરોઈનને જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસે જપ્ત કરેલું આ હેરોઈન અત્યાર સુધીનો સૌથી મોટો ખેપ છે. તેની બજાર કિંમત 1725 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ડ્રગ્સને આટલા મોટા પ્રમાણમાં જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ હેરોઈનનો આટલો બધો જથ્થો નાવા શેવા બંદર સુધી પહોંચ્યો કઈ રીતે?
આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1725 કરોડ રૂપિયા
પોલીસને નશાનો મોટો જથ્થો ભારત આવવાની માહિતી મળી હતી. તે પછીથી સ્પેશિયલ સેલની એક ટીમે નાવા શેવા બંદર પરથી એક કન્ટેનરને જપ્ત કર્યું હતું. જ્યારે આ કન્ટેનરની તપાસ કરવામાં આવી તો તેમાંથી લગભગ 20 ટન હેરોઈનનો જથ્થો મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1725 કરોડ રૂપિયા છે. પોલીસ માટે આજે સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો જથ્થો કોણ મંગાવ્યો હતો? બીજો સવાલ એ સર્જાઈ રહ્યો છે કે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓની વચ્ચે નશાનો જથ્થ ભારતીય સીમામાં કઈ રીતે આવી ગયો? શું કોઈ સ્તરે તેની તપાસ કરવામાં આવી હતી?
થોડા દિવસો પહેલા જપ્ત કરવામાં આવ્યું હતું 1200 કરોડનું ડ્રગ
દિલ્હી પોલીસે થોડા દિવસો પહેલા જ 1200 કરોડ રૂપિયાનું હેરાઈન જપ્ત કર્યું હતું. સ્પેશિયલ સેલે બે અફઘાની નાગરિકોની ધરપકડ કરીને નાર્કે ટેરરના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી હતી. પૂછપરછમાં અફઘાન નાગરિકોએ ખુલાસો કર્યો હતો કે મુંબઈ પોર્ટ પર પણ કન્ટેનરમાં ડ્રગ છે. આ માહિતીના આધારે દિલ્હી પોલીસની ટીમે શોધખોળ કરવા મુંબઈ પહોંચી હતી. જ્યાં 20 ટન હેરોઈન મળ્યું છે.
ગંભીર મામલો
આ મામલો એટલા માટે ગંભીર છે કારણ કે 2 દિવસ પહેલા જ વિશ્વનો સૌથી મોટો ડ્રગ માફિયા ગણાતો અફઘાનિસ્તાન નાગરિક નૂરજહીને અમેરિકાની જેલમાંથી છોડવામાં આવ્યો છે. 80ના દાયકામાં નૂરને અફઘાનિસ્તાનના સંગઠનોથી લઈને વિશ્વના ઘણા દેશો સુધી ડ્રગ્સના કારોબારનો કિંગ ગણવામાં આવતો હતો. તેણે અમેરિકા માટે પણ ડ્રગ્સ એજન્ટ બનીને વર્ષો સુધી કામ કર્યું હતું. પછીથી અમેરિકાના એજન્ટો સાથે થયેલા અણબનાવના કારણે નૂરને અમેરિકામાં જ જેલમાં નાંખી દેવામાં આવ્યો હતો. હવે નૂરની મુક્તિ પછી એક વખત ફરી ડ્રગ તસ્કરીનો ખતરો વધવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર