ચીને ભારતીય સીમા પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક, ભારતની દરેક ગતિવિધિ પર નજર

News18 Gujarati
Updated: July 1, 2020, 4:45 PM IST
ચીને ભારતીય સીમા પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક, ભારતની દરેક ગતિવિધિ પર નજર
ભારત ચીન વચ્ચે તણાવ

બીજી તરફ ભારત પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ રાખી છે.

  • Share this:
ભારત સાથે સીમા વિવાદ (Border Dispute)ની વચ્ચે ચીન (China)એ વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર 20 હજારથી વધુ સૈનિકો (20 Thousand Troops) તૈનાત કર્યા છે. ત્યાં જ લદાખ સીમાની સામે વાળી ચીનની જિનજિયાંગ પ્રાંતમાં દસથી બાર હજાર સૈનિકો તૈનાત કર્યા છે. જો કે ભારત, ચીનની દરેક મુવમેન્ટ પર નજર રાખીને બેઠું છે. જિનજિયાંગ વિસ્તારમાં ભારે વહાનો અને હથિયારોની મુવમેન્ટ નજરે પડે છે. તેને કંઇક તે રીતે તૈનાત કરવામાં આવ્યા છે કે ભારત સાથે કોઇ પણ વિવાદની સ્થિતિમાં તે 48 કલાકની અંદર સીમા પર પહોંચી શકે.

ભારત સરકારના એક શીર્ષ અધિકારિક સુત્રએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે ચીની સેનાએ પોતાની બે ડિવીઝન પૂર્વ લદાખની સીમા પાસે આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગાવી છે. તેની સંખ્યા લગભગ 20 હજારની આસપાસ છે. આ સિવાય લગભગ 10 હજાર સૈનિકો જિનજિયાંગ પ્રાંતમાં છે. જે સીમાથી લગભગ 1 હજાર કિલોમીટર દૂરી પર છે. પણ ચીનની તરફથી રસ્તો સમતળ હોવાથી 48 કલાકમાં અહીં પહોંચી શકાય છે. વરિષ્ઠ અધિકારીએ સાથે જ જણાવ્યું કે ભારત ચીનની દરેક મુવમેન્ટ પર નજર રાખી રહ્યું છે.

સુત્રોનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે ત્રણ વાર થયેલી સૈન્ય અધિકારી સ્તરની વાર્તા પછી પણ ચીન તરફથી સેના ઓછી નથી કરવામાં આવી રહી. સામાન્ય રીતે લદાખની પાસે આવેલી સીમા પર ચીની સેના પોતાના બે ડિવિઝન રાખે છે. પણ આ વખતે બે હજાર કિલોમીટરના વિસ્તારમાં બે અને નવી ડિવીઝન તૈયાર કરવામાં આવી રહી છે.

વધુ વાંચો : ભારતના વિરુદ્ધ હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન! PoKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન

બીજી તરફ ભારત પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ રાખી છે. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ ભારત તરફથી ચીની મુવમેન્ટને જોતા સેનાની બે ડિવીઝન પૂર્વ લદાખ સીમાની જોડે તૈનાત કરી છે. જેમાં રિઝર્વ માઉન્ટેન ડિવિઝન પણ છે. જે દર વર્ષે પૂર્વી લદાખમાં યુદ્ધઅભ્યાસ પણ કરે છે. ટેન્ક અને બીએમપી 2 ઇન્ફૈન્ટ્રી યુદ્ઘક વાહન પણ વાયુસેના દ્વારા અહીં મોકલવામાં આવ્યા છે.

વધુ વાંચો : J&K : આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલપૂર્વ લદાખ સેક્ટરની સીમા પર આ સમયે ભારતની તરફથી ત્રિશૂલ ઇન્ફૈન્ટી ડિવિઝનને તૈનાત કરવામાં આવ્યું છે. આ સિવાય સીમા નજીક ત્રણ વધુ બ્રિગ્રેડ પણ તૈનાત કરવામાં આવી છે. સુત્રોનું કહેવું છે કે ગલવાન વેલીને લઇને કારાકોરમની પાસે સુધી ચીની સેનાની વધતી તૈનાતીને ધ્યાનમાં રાખી ભારતીય સેનાએ આ સેક્ટરમાં એક વધુ ડિવિઝન તૈનાત કરવા પર વિચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારત ચીન વચ્ચે લદાખની ગલવાન ખીણમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.
First published: July 1, 2020, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading