લદાખ સરહદે ગલવાન ઘાટીમાં 20 જવાન શહીદ, વાંચો ભારતીય સેનાનું નિવેદન

ભારત (India) અને ચીન (China)ના સૈનિકો (Soliers)ની વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણ (Violent Clash) સતત સાત કલાક સુધી ચાલી હતી. જેની શરૂઆત સાંજે 7 વાગ્યાની આસપાસ થઇ હતી. આ સમયે શહીદ કર્નલ સંતોષ બાબુની ટુકડી પેટ્રોલ પોઇન્ટ 14 પર પહોંચી હતી. જ્યાં ચીની સેનાએ પોતાનો ડેરો નાંખ્યો હતો. ભારતીય સૈનિક પ્રોટોકૉલ હેઠળ હથિયાર સાથે નહતા લઇ ગયા. સીમા પર બંને તરફના જવાન સામાન્ય રીતે બંદૂક સાથે નથી રાખતા. અને રાખે તો પણ તેમની બંદૂક પીઠ પર અને ગોળી મેગજીન ખિસ્સામાં.

20 જવાનોની શહાદત બાદ ભારતીય સેનાઓ શું કહ્યું? જાણો તેમનું નિવેદન....

 • Share this:
  નવી દિલ્હીઃ લદાખ સરહદ (Ladakh LAC Border) પર ભારત અને ચીન (India China Rift)ના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા છે. આ ઘટનાથી પહેલાથી ચાલી રહેલી ગતિરોધની સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. આ પહેલા મંગળવારે જાણકારી આપવામાં આવી હતી કે એક અધિકારી અને બે જવાન સહિત ભારતીય સેનાના ત્રણ અધિકારી શહીદ થયા છે, જોકે મોડી રાત્રે સેના તરફથી અધિકૃત નિવેદનમાં શહીદોની સંખ્યા 20 જણાવવામાં આવી છે.

  ભારતીય સેના (Indian Army Statement on Galwan Valley) એ પોતાના નિવેદનમાં કહ્યું, ‘17 અન્ય સૈનિક જે અતિશય ઊંચાઈ પર ગતિરોધવાળા સ્થાન પર શૂન્યથી નીચેના તાપમાનમાં ડ્યૂટી દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓ ઈજાના કારણે શહીદ થયા છે. ત્યારબાદ શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે ગલવાન ક્ષેત્રમાં જે સ્થાને 15/16 જૂન 2020 દરમિયાન ઘર્ષણ થયું ત્યાંથી બંને સેનાઓના સૈનિક હટી ગયા છે. ભારતીય સેના રાષ્ટ્રની સંપ્રુભતા અને અખંડતાની રક્ષા માટે દૃઢતથી પ્રતિબદ્ધ છે.’

  આ પણ વાંચો, ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ

  1975 બાદ આવું પહેલીવાર થયું

  ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારી અનુસાર 1975માં અરૂણાચલ પ્રદેશમાં તુલુંગ લામાં થયેલા સંઘર્ષમાં ચાર ભારતીય જવાનોની શહાદત બાદ આવા પ્રકારની આ પહેલી ઘટના છે. સૈન્ય સૂત્રોએ કહ્યું કે, બંને સેનાઓની વચ્ચે ઘટનાસ્થળ પર મેજર જનરલ સ્તરની વાતચીત થઈ.

  બંને તરફના સૈનિકોનું થયું નુકસાન

  ગલવાન વેલીમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે આ વખતે જે ઘર્ષણ થયું છે તેમાં બંને તરફથી સૈનિકોનાં મોત થયા છે. તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલ બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને લઈ ઊભી થયેલી સ્થિતિ નિયંત્રણમાં નથી. આ ઘટના બાદથી અત્યાર સુધી બંને સેનાઓએ સંયમ રાખ્યો છે. એ દર્શાવે છે કે બંને પક્ષ વાતચીતના માધ્યમથી તણાવને ઓછો કરવા માંગે છે. બીજી તરફ, ચીનની સેનાના આ ઘર્ષણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોની સંખ્યાનો ખુલાસો નથી કર્યો જેથી બંને તરફથી સેનાઓની વચ્ચે ફરી કોઈ પ્રકારના ટકરાવ શરૂ ન થઈ જાય.

  આ પણ વાંચો, ભારત-ચીન હિંસક ઘર્ષણ પર અમેરિકાની નજર, કહ્યું- ‘શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન’
  Published by:Mrunal Bhojak
  First published: