Home /News /national-international /

AAPના 20 MLA ગેરલાયક ઠરી શકે, ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને કરી ભલામણ

AAPના 20 MLA ગેરલાયક ઠરી શકે, ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને કરી ભલામણ

અરવિંદ કેજરીવાલ (ફાઈલ પીક)

ચૂંટણી પંચનું માનવું છે કે AAPના 20 ધારાસભ્યો ઓફિસ ઓફ પ્રોફિટના ક્ષેત્રમાં આવે છે.

    નવી દિલ્હીઃ ઓફિસ ઓફ પ્રોફિટના કેસમાં આપના 20 ધારાસભ્યોની મુશ્કેલી વધી ગઈ છે. શુક્રવારે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે કે આ 20 ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવે. ચૂંટણી પંચનું માનવું છે કે AAPના 20 ધારાસભ્યો ઓફિસ ઓફ પ્રોફિટના ક્ષેત્રમાં આવે છે.

    આ કેસમાં 11 વખત સુનાવણી થઈ ચુકી છે. બાદમાં આદેશને રોકી રાખવામાં આવ્યો છે. ચૂંટણી પંચ એ બાબત પર વિચાર કરી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ સમક્ષ શું રજુઆત કરવામાં આવે. હવે બે ત્રણ દિવસમાં રાષ્ટ્રપતિનો નિર્ણય આવી શકે છે. જો રાષ્ટ્રપતિ આ તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવશે તો દિલ્હીમાં પેટા ચૂંટણી કરવી પડશે.

    નોંધનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકમાંથી આપે 67 બેઠક જીતી હતી. જેમાંથી કપિલ મિશ્રા, તિમારપુરના ધારાસભ્ય પંકજ પુષ્કર, બ્રૃજવાસનના ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવત અને આસિફ અહમદ ખાને બળવો કર્યો હતો. જ્યારે સંદિપ કુમારને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. હવે બાકી વધેલા 62 ધારાસભ્યોમાંથી જો 20 ધારાસભ્યો ગેરલાયક ઠરે તો 42 ધારાસભ્યો રહેશે. જોકે, આ સંખ્યા પણ બહુમતથી વધારે છે. એટલે હાલ કેજરીવાલ સરકાર પર કોઈ સંકટ નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Delhi government, Election commission of india, અરવિંદ કેજરીવાલ

    આગામી સમાચાર