પાકિસ્તાને જેલમાંથી મુક્ત કરાયેલા 20 ભારતીય માછીમારો બાઘા બોર્ડરથી વતન પરત ફરશે

આ માછીમારોએ ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હતા.

Pakistan Latest News: મુક્ત કરાયેલા માછીમારોને સોમવારે વાઘા બોર્ડર પર લાવવામાં આવશે અને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. લાંધી જેલના અધિક્ષક ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે, ભારતીય માછીમારોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કર્યા પછી તેમને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા મોટાભાગના માછીમારો ગુજરાતના છે.

 • Share this:
  Pakistan released 20 Indian fishermen: પાકિસ્તાને 20 ભારતીય માછીમારોને મુક્ત કર્યાઃ પાકિસ્તાનની જળસીમામાં (Pakistani water area) ગેરકાયદેસર રીતે માછીમારી કરવાના આરોપમાં ચાર વર્ષની સજા પૂરી કર્યા બાદ રવિવારે 20 ભારતીય માછીમારોને (Indian fishermen) પાકિસ્તાનની લેન્ડી જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા માછીમારોને સોમવારે વાઘા બોર્ડર પર લાવવામાં આવશે અને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. લાંધી જેલના અધિક્ષક ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓએ માછીમારોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કર્યા પછી તેમને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા મોટાભાગના માછીમારો ગુજરાતના છે.

  ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે, આ માછીમારોએ ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને અમારી સરકાર દ્વારા સદ્ભાવનાના ભાગરૂપે આજે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. બિન-લાભકારી સામાજિક કલ્યાણ સંસ્થા એધી ટ્રસ્ટ ફાઉન્ડેશને માછીમારોને લાહોરની વાઘા બોર્ડર પર લઈ જવાની વ્યવસ્થા કરી હતી, જ્યાંથી તેમને સોમવારે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. ઇર્શાદ શાહે કહ્યું કે, અમે મુક્ત કરાયેલા માછીમારોને ઇધી ફાઉન્ડેશનને સોંપી દીધા છે જે તેમના તમામ પ્રવાસ અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખે છે. તેઓ અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા લાહોર જશે. અધિકારીએ કહ્યું કે 588 ભારતીય નાગરિકો હજુ પણ લાંધી જેલમાં બંધ છે, જેમાંથી મોટાભાગના માછીમારો છે.

  આ પણ વાંચો: USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, અંગદાનથી 11 લોકોને આપ્યુ નવજીવન

  અહેવાલો અનુસાર, આ તમામની પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા કથિત રૂપે કચ્છ કિનારે અરબી સમુદ્રની ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગીને પાકિસ્તાનના વિસ્તારમાં પ્રવેશવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો: સુરત: માતાએ 18 દિવસની બાળકીને નદીમાં ફેંકી અપહરણ થયાનું જુઠ્ઠાણું ચલાવ્યુ, મળ્યો મૃતદેહ

  આવા 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશને જણાવ્યું છે કે હાલમાં લગભગ 600 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ફૈઝલનો દાવો છે કે ડઝનબંધ ગરીબ ભારતીય માછીમારો લાંધ અને માલીર જેલમાં બંધ છે. ગયા વર્ષે પણ પાકિસ્તાન સરકારે ઘણા ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published: