Home /News /national-international /

ટેક્સાસ : સેન્ટ એન્ટોનિયોમાં એક ટ્રકમાં 40 લોકોની લાશ મળી આવી, પોલીસ તપાસમાં લાગી

ટેક્સાસ : સેન્ટ એન્ટોનિયોમાં એક ટ્રકમાં 40 લોકોની લાશ મળી આવી, પોલીસ તપાસમાં લાગી

ઘટનાસ્થળ પર સેન્ટ એન્ટોનિયો પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે (તસવીર - KABB)

sant antonio - ન્યૂઝ એજન્સી એએનઆઈએ એપીના રિપોર્ટનો હવાલો આપીને ટ્રેલર-ટ્રેક્ટરમાંથી લગભગ 40 લોકોની લાશ મળી આવી છે

    ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસ (texas)પ્રાંતના સેન્ટ એન્ટોનિયો (sant antonio)શહેરમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક ટ્રકની અંદર 40 લોકોની લાશો મળી આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ એપીના રિપોર્ટનો હવાલો આપીને ટ્રેલર-ટ્રેક્ટરમાંથી લગભગ 40 લોકોની લાશ મળી આવી છે.  ન્યૂઝ એજન્સીએ KSAT ટીવીના હવાલાથી લખ્યું કે અત્યાર સુધી ટ્રકની અંદરથી ઘણા લોકોની લાશો મળી (Bodies Found Inside Tractor Trailer)આવી છે. ટ્રકના બંધ કન્ટેઇનરમાં લોકોને મેક્સિકોથી ટેક્સાસ લઇ જવામાં આવતા હતા

    ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે. રિપોર્ટ પ્રમાણે 4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજુ સુધી કશું જણાવ્યું નથી. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.

    સૂત્રોના હવાલાથી લખ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ તરફથી એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ઓછામાં ઓછા 40 લોકો મળી આવ્યા છે. 16 અન્યને અલગ-અલગ પરિસ્થિતિઓમાં આસપાસની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર સેન્ટ એન્ટોનિયો પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે.



    આ પણ વાંચો - બાળપણના પ્રેમ માટે પત્નીએ આશિકને ઘરે બોલાવી એન્જિનિયર પતિની કરાવી ક્રૂર હત્યા



    તમને જણાવી દઈએ કે આ પહેલા દક્ષિણ આફ્રિકામાં એક નાઇટક્લબમાં 21 સ્ટૂડન્ટ્સની લાશ મળી હતી. મૃત બાળકો હાઇસ્કૂલની પરીક્ષા પુરી થયા પછી ઉજવણી માટે ક્લબમાં ગયા હતા. એક પોલીસ ઓફિસરના મતે માર્યા ગયેલા બાળકોના શરીર પર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઉંમર 13 થી 17 વર્ષની બતાવવામાં આવી હતી. બ્રિગેડિયર થેમ્બિકોસી કિનાનાએ કહ્યું હતું કે અમને સૂચના મળી હતી કે દક્ષિણ આફ્રિકાના સીનરી પાર્કની પાસે એક નાઇટક્લબમાં 21 સ્ટૂડન્ટ્સના મોત થયા છે. 8 યુવતીઓ અને 13 યુવકની લાશ મળી આવી હતી. 17 લાશ ક્લબની અંદર મળી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Texas, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन