Home /News /national-international /

જહાંગીરપુરી હિંસા : અત્યાર સુધી 20 આરોપી પકડાયા, 3 તમંચા અને 5 તલવાર મળી

જહાંગીરપુરી હિંસા : અત્યાર સુધી 20 આરોપી પકડાયા, 3 તમંચા અને 5 તલવાર મળી

પોલીસે કહ્યું કે મામલામાં સામેલ અન્ય લોકોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે

jahangirpuri violence : પોલીસે આરોપ લગાવ્યો કે અંસાર અને અસલમ મુખ્ય ષડયંત્રકર્તા છે. જેમને 15 એપ્રિલે શોભા યાત્રા વિશે જાણ થઇ હતી અને તેમણે ષડયંત્ર રચ્યું હતું

    નવી દિલ્હી : દિલ્હીના જહાંગીરપુરી (jahangirpuri violence)વિસ્તારમાં હનુમાન જયંતિ (Hanuman Jayanti)પર કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાના (Delhi violence)મામલે અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કાનૂન તોડનાર 2 કિશોરની પણ અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી 3 તમંચા અને 5 તલવારો પણ મળી આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. દિલ્હી નોર્થ-વેસ્ટના ડીસીપી ઉષા રંગનાનીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે 16 એપ્રિલે આઇપીસીની કલમ 147, 148, 149, 186, 353, 332, 323, 427, 436, 307, 120 બી અને 27 આર્મ્સ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધી છે. આ પછી આરોપીઓની ધરપકડ થઇ છે.

    આ દરમિયાન દિલ્હીની એક કોર્ટે જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં એક પોલીસ ઉપ-નિરીક્ષકને કથિત રીતે ગોળી મારનાર 21 વર્ષીય વ્યક્તિ સહિત બે લોકોને રવિવારે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ડ્યૂટી મેજિસ્ટ્રેટે મોહમ્મદ અસલમ અને અન્ય એક સહ આરોપી મોહમ્મદ અંસારને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યારે અન્ય 12 આરોપીઓને 14 દિવસોની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

    કેસના બધા આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે આરોપ લગાવ્યો કે અંસાર અને અસલમ મુખ્ય ષડયંત્રકર્તા છે. જેમને 15 એપ્રિલે શોભા યાત્રા વિશે જાણ થઇ હતી અને તેમણે ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કહ્યું કે મામલામાં સામેલ અન્ય લોકોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.

    આ પણ વાંચો - Karnataka ના હુબલીમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર હિંસા ફાટી નીકળી, હનુમાન મંદિરમાં તોડફોડ

    જહાંગીરપુરી હિંસા પર દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે જે લોકો કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હિંસા આચરનારા બદમાશોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જહાંગીરપુર સહિત દિલ્હીના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જહાંગીરપુરીમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હિંસાની તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે.

    યુપીમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ

    દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસા અંગે યુપીમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈયાર છે અને જરૂર પડ્યે ફ્લેગ માર્ચ પણ કરી રહી છે. યુપી પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ, કાયદો અને વ્યવસ્થા, પ્રશાંત કુમારે તમામ જિલ્લાના પોલીસ કેપ્ટનોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Delhi violence, Jahangirpuri Violence Case

    આગામી સમાચાર