પટના : પટનામાં બે યુવતીઓ વચ્ચે પ્રેમ (Love)નો અજીબ કિસ્સો સામે આવ્યો છે. કોમન ફ્રેન્ડના માધ્યમથી બંને યુવતીઓ એકબીજાને મળી હતી અને પછી મિત્રતા (Friends) એટલી હદે વધી ગઈ કે તેમણે એકબીજા સાથે જીવવા-મરવાના સોગંદ ખાધા હતા. તેઓ એકબીજા સાથે એટલા બધા પ્રેમમાં (Girls Love Stories)પડ્યાં કે, સામાજિક બંધનો તોડીને બંનેએ સમલૈંગિકતા સંબંધ (Homosexuality Relationship) બાંધ્યા હતા. ત્યારે હવે તે બંને એકબીજા સાથે લગ્ન કરીને એકબીજાના જીવનસાથી બનવા માંગે છે. જોકે બંનેના પરિવાર વિરોધ કરી રહ્યા છે.
તનુશ્રીએ પરિવારના સભ્યો પર લગાવ્યો ટોર્ચરનો આરોપ
22 વર્ષની શ્રેયા ઘોષ અને તનુશ્રી વચ્ચે ઘણા સમયથી મિત્રતા છે. શ્રેયા ઘોષ પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે, જ્યારે તનુશ્રી દાનાપુરમાં રહે છે. પટના પોલીસના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ ચાર દિવસ પહેલા પાટલીપુત્ર પોલીસ સ્ટેશન વિસ્તારના એક મોલમાં મળી હતી અને ત્યાંથી ભાગી ગઈ હતી. ત્યાર પછી તનુશ્રીના પરિવારજનોએ અપહરણનો કેસ દાખલ કરાવ્યો હતો
પોલીસ ટીમ આ કેસની તપાસ કરી રહી હતી. એ દરમિયાન બંને દિલ્હી ભાગી ગઈ હતી. શ્રેયા ઘોષે આરોપ લગાવ્યો હતો કે તેના પરિવારના સભ્યો પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને તેથી તે બંને ગુરુવારે દિલ્હીથી પટના પહોંચ્યા હતા. તનુશ્રીના જણાવ્યા અનુસાર આ કેસ તેના કાકા વિશાલ વર્મા અને અંબર કશ્યપે દાખલ કરાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે શ્રેયા ઘોષે મારું અપહરણ કર્યું છે જોકે, તે સત્ય નથી.
હું શ્રેયા સાથે મારી મરજીથી ગઇ હતી. કાકા અને મામા તરફથી મારી નખવાની સતત ધમકી આપવામાં આવે છે. આ સાથે જ શ્રેયાના પરિવાર પર પણ ખરાબ રીતે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.
મારી મરજીથી પટનાથી દિલ્હી ગઈ હતી
તનુશ્રીનું કહેવું છે કે અમે બંને છોકરીઓ હોવા છતાં અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. અમે લગ્ન કરવા માંગીએ છીએ. કાયદો મંજૂરી આપશે તો અમે તે જ કરીશું. બંનેએ આરોપ લગાવ્યો હતો કે, તેમના મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા અને તેમના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન એક દિવસ પરિવારના સભ્યો ફિલ્મ જોવા ગયા ત્યારપછી મેં મરજીથી સ્ટાફના મોબાઈલમાંથી શ્રેયાને ફોન કર્યો અને તેને મોલમાં બોલાવી અને પછી અમે બંને સાથે પટનાથી દિલ્હી જવા રવાના થયા.
તનુશ્રીનું કહેવું છે કે, ભલેને પરિવારના લોકો મને અને તેના પરિવારના સભ્યો પર ત્રાસ આપતા હોય, ગમે તે થાય પણ શ્રેયા સાથે જ રહેવું છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં મદદ ન મળી તો એસએસપી ઓફિસ પહોંચી
તેમણે કહ્યું કે અમે પહેલેથી જ એક બીજાને ઓળખીએ છીએ અને કોમન ફ્રેન્ડે અમારો પરિચય કરાવ્યો હતો. ગુરૂવારે સાંજે બંને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે મહિલા પોલીસ સ્ટેશનની પોલીસને કોઇ મદદ મળી ન હતી. ત્યારબાદ બંને પટના SSPના સત્તાવાર નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યાં હાજર અધિકારીઓએ પાટલીપુત્ર પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી અને આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક SSPના નિવાસસ્થાને પહોંચી હતી. આ પછી શ્રેયા ઘોષને કસ્ટડીમાં રાખી પોલીસ બન્નેને લઈને પાટલીપુત્ર પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. હાલ તો આ સમગ્ર મામલે પોતાના સ્તરે તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર