દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકી એન્કાઉન્ટર બાદ ઝડપાયા

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના બે આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા

 • Share this:
  નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (Babbar Khalsa International) સાથે જોડાયેલા બે ખૂંખાર આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા આ આતંકવાદીઓની ઓળખ ભૂપેન્દર ઉર્ફે દિલાબર સિંહ અને કુલબિત સિંહ તરીકે થઈ છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. બંને પંજાબના લુધિયાનાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં બંને અનેક ગંભીર મામલામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.

  BKIને બબ્બર ખાલસા પણ કહેવામાં આવે છે. તે ભારતમાં એક ખાલિસ્તાન આતંકવાદી સંગઠન છે. ભારતીય અને બ્રિટિશ સરકાર શીખ સ્વતંત્ર રાજ્યના નિર્માણના કારણે બબ્બર ખાલસાને એક આતંકવાદી સમૂહ માને છે, જ્યારે તેના સમર્થક તેને પ્રતિરોધ આંદોલન માને છે.


  આ પણ વાંચો, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી Y શ્રેણીની સુરક્ષાઃ સૂત્ર

  આ પણ વાંચો, 3 દિવસ બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, વિદેશી બજારોનો મળ્યો સપોર્ટ

  બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ 1978માં બન્યું હતું, પરંતુ 1990ના દશકમાં અનેક વરિષ્ઠ સભ્યો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. ત્યારબાદ આ આતંકી સંગઠનનો પ્રભાવ ઘટી ગયો હતો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને કેનેડા, જર્મની, ભારત અને યૂનાઇટેડ કિંગડમ સહિત અનેક દેશોમાં એક આતંકવાદી સંગઠન ગણવામાં આવ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: