જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર, એક જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

ક્રોસ ફાયરિંગમાં CRPFનો એક જવાન શહીદ થયો, સુરક્ષા દળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુલવામા (Pulwama)માં મંગળવારની સવારે ફરી એકવાર સુરક્ષા દળો (Indian security forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં બે આંતકી ઠાર મરાયા છે જ્યારે એક ભારતીય જવાન શહીદ થયો છે. ભારતીય જવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું નિધન થયું છે. ભારતીય સુરક્ષા દળોએ હજુ પણ વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અહેવાલ છે કે હજુ પણ આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલા છે.

    મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી પુલવામાના બંદજૂ ગામમાં છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે.

    આ પણ વાંચો, JEE, CTET અને NEET પરીક્ષા પર ‘ગ્રહણ’ની શક્યતા, આ છે કારણ

    ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને બંદજૂ ગામને ઘેરી લીધું. ગામમાં જેવું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા.


    ગોળી છુટવાનો અવાજ આવતા જ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ બે આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા. ક્રોસ ફાયરિંગમાં એક CRPF જવાન ઘાયલ થઈ ગયો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં ગંભીર ઈજાઓના કારણે તેનું અવસાન થયું. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના જાદિબલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા.

    આ પણ વાંચો, Covid-19: ભારતમાં 20 દિવસમાં અઢી ગણો થયો ડેથ રેટ, જુલાઈ વધુ ખતરનાક
    Published by:Mrunal Bhojak
    First published: