કાશ્મીરઃ ત્રાલમાં ઔરંગઝેબના યુનિટના ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર

News18 Gujarati
Updated: June 19, 2018, 10:43 PM IST
કાશ્મીરઃ ત્રાલમાં ઔરંગઝેબના યુનિટના ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સામે ચાલુ ઓપરેશનમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીને ઠાર મરાયા છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સામે ચાલુ ઓપરેશનમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીને ઠાર મરાયા છે. ત્રાલમાં ત્રણથી ચાર આતંકવાદીઓ સંતાયા હોવાની સુરક્ષાદળોને માહિતી મળી હતી. ત્યારબાદ સેના દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સેનાના ત્રણ જવાનો અને સીઆરપીએફનો એક કર્મચારી ઘાયલ થયાના સમાચાર છે. આ અભિયાન 42મી આરઆર બટાલિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જેનું અહરણ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરી હતી એ ઔરંગજેબ આ યુનિટના સભ્ય હતા.

ઉલ્લેખનીય છે કે, રમઝાન બાદ યુદ્ધ વિરામને કેન્દ્ર સરકાર દ્વારા હટાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ કશ્મીરમાં બીજેપીની તત્કાલિન સહયોગી પાર્ટી પીડીપીએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે બીજેપીએ પીડીપીના આપેલી પોતાનું સમર્થન પાછું ખેચી લીધું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

પીડીપી-બીજેપી ગઠબંધન તૂટ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થવાની સંભાવના પ્રબળ બની ગઇ છે. જો આવું થાય તો 40 વર્ષમાં આઠમી વખત જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ થશે. જ્યારે રાજ્યપાલ એનએન વોહરાના કાર્યકારળ દરમિયાન આ ચોથી વખત થશે. જમ્મુ-કાશ્મીરમાં 25 જૂન 2008થી પૂર્વ બ્યુરોક્રેટ વોહરા રાજ્યપાલનાપદ ઉપર છે.
First published: June 19, 2018, 9:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading