દિલ્હીને હચમચાવાનો પ્લાન, જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

News18 Gujarati
Updated: January 25, 2019, 10:01 AM IST
દિલ્હીને હચમચાવાનો પ્લાન, જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ
આ સંદિગ્ધ આતંકવાદીઓ 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના ભરચક વિસ્તારોમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માંગતા હતા.

આ સંદિગ્ધ આતંકવાદીઓ 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના ભરચક વિસ્તારોમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માંગતા હતા. અબ્દુલ લતીફ ઉર્ફ ઉમેર ઉર્ફ દિલાવરની વિસ્ફોટક સામગ્રી સાથે ધરપકડ કરાઈ

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના આક્ષેપ હેઠળ જૈશ-એ-મોહમ્મદના બે શકમંદોની ધરપકડ કરાઈ છે. આ શકમંદો ગણતંત્ર દિવસના અવસરે રાજધાની દિલ્હીના ભરચક વિસ્તારોમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. દિલ્હીમાં આતંકવાદી હુમલા અંગે જાન્યુઆરી 20 અને 21મીએ દિલ્હી પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ અબ્દુલ લતીફ ઉર્ફે ઉમેર ઉર્ફે દિલાવરની કેટલીક વિસ્ફોટક સામગ્રી સાથે ધરકપડ કરાઈ હતી.

દિલાવરની ધરપકડ બાદ દિલ્હી પોલીસે શ્રીનગર પોલીસને જાણકારી આપી છે, આ માહિતીના આધારે શ્રીનગરના બિંદાપુર વિસ્તારમાંથી આઈઆઈડી ગ્રેનેડ સાથે એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલી વ્યક્તિનું નામ બિલાલ છે. એવી ચર્ચા છે કે આ બંને આતંકીઓ શ્રેણીબધ્ધ બૉમ્બ ધડાકા કરવાનું કાવતરુ ઘડી રહ્યાં હતા.

હાલમાં રાજધાની દિલ્હીમાં 26મી જાન્યુઆરીના અનુસંઘાનમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે. મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી છે. વિજય ચોક, ઇન્ડિયા ગેટ, અને અન્ય જાહેર સ્થળો પર ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવાયા છે, જેથી સરળતાથી રિહર્સલ થઈ શકે. આ સાથે જ ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર યોજાનારી પરેડ દરમિયાન કોઈ અનિચ્છીત ઘટના ન ઘટે તે માટે દિલ્હી પોલીસે કમર કસી છે.

પહેલી વાર દિલ્હી પોલીસમાં સુરક્ષા વ્યવસ્થા માટે 30 વિશેષ કેમેરાનો સમાવેશ કરાયો છે. આ કેમેરાની મદદથી શંકાસ્પદ આતંકવાદી અને ગેન્ગસ્ટરનો ચહેરો દર્શાતા જ સુરક્ષા એજન્સીઓને આલર્મના મારફતથી સૂચના મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી શંકમંદોની તાત્કાલીક ધરકપડ કરાશે.

આ વિશેષ કેમેરાને દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ, દિલ્હી પોલીસને અન્ય યૂનિટ દ્વારા વોન્ટેડ આતંકવાદી, ગેન્ગસ્ટર, બદમાશોના ડેટા સાથે વિશેષ સોફ્ટવેરથી ફીડ કરેલા છે. જ્યારે રાજપથ અને બોટક્લબ વિસ્તારમાં વિશેષ કંટ્રોલ રૂમના માધ્યમથી આ કેમેરાનું મોનિટરીંગ કરાશે.
First published: January 25, 2019, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading