Home /News /national-international /જમ્મુ કાશ્મીર: કુપવાડામાં LOC નજીક સેનાએ બે ખૂંખાર આતંકીને પતાવી દીધા, હથિયારો પણ જપ્ત કર્યાં

જમ્મુ કાશ્મીર: કુપવાડામાં LOC નજીક સેનાએ બે ખૂંખાર આતંકીને પતાવી દીધા, હથિયારો પણ જપ્ત કર્યાં

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા (પ્રતિકાત્મક ફોટો)

Encounter in Kashmir Valley: કુપવાડામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે, જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

    શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી છે. ભારતીય સેના અને સ્થાનિક પોલીસે કંટ્રોલ લાઈનની નજીક બે ખૂંખાર આતંકીઓને પતાવી દીધા છે. તેમની પાસે 2 AK-47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કર્યા છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ અથડામણની ઘટના કુપવાડામાં કંટ્રોલ લાઈન નજીક માછિલ વિસ્તારના ટેકરી નાર ક્ષેત્રમાં થઈ છે. જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓની પાસેથી બે એક 47 રાઈફલ, બે પિસ્તોલ અને 4 હેંડ ગ્રેનેડ જપ્ત કરાઈ છે. પોલીસ હવાલેથી કહેવાય છે કે, આતંકીઓની ઓળખાણ હાલમાં થઈ શકી નથી. કંટ્રોલ લાઈન નજીક સરહદ પારના આતંકી પોતાની કરતૂતને અંજામ આપવાની કોશિશમાં લાગેલા છે. આ ઉપરાંત સ્થાનિક આતંકી પણ આ વિસ્તારમાં ડોકાયા કરે છે. તેથી હાલમાં આતંકીઓની ઓળખાણ થઈ શકી નથી.

    આ પણ વાંચો: કુપવાડામાં બીજા બે આતંકવાદી ઠાર, 18 કલાકમાં 3 અથડામણમાં 7 આતંકવાદી ઢેર

    કુપવાડામાં અથડામણની કેટલીય ઘટનાઓ સામે આવી ચુકી છે. જૂન મહિનામાં કુપવાડામાં ચકતારસ કંડી વિસ્તારમાં આતંકવાદીઓની સાથે પોલીસ અને સેનાની અથડામણ થઈ હતી. આ અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરે તૈયબાના 2 આતંકવાદી માર્યા ગયા હતા. તેમાંથી એકની ઓળખાણ પાકિસ્તાની આતંકવાદી તુફૈલ તરીકે થઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે તેની પુષ્ટિ કરી હતી. તુફૈલને અથડામણમાં મારવામાં મોટી સફળતા મળી હતી.

    2 પ્રવાસી મજૂરોને આતંકીઓએ મારી હતી ગોળી


    આ અગાઉ ઘાટીમાં આતંકવાદીઓએ 2 પ્રવાસી મજૂરોને ગોળી મારી દીધી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, પુલવામાના ખરપોરા રત્નીપોરામાં શનિવાર રાતે આતંકવાદીઓએ 2 મજૂરોને ગોળી મારી દીધી હતી. બંને બિહારના રહેવાસી છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાથી આતંકી પ્રવાસી મજૂરોને ટાર્ગેટ બનાવવા લાગ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jammu and kashamir, Kashmir Terror Attack, Kupwara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन