Home /News /national-international /

India-US Talks : ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાર્તા, 11 એપ્રિલે વોશિંગ્ટનમાં મળશે બેઠક

India-US Talks : ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાર્તા, 11 એપ્રિલે વોશિંગ્ટનમાં મળશે બેઠક

11 એપ્રિલે વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક મળશે

ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (US) 11 એપ્રિલે વોશિંગ્ટનમાં 2+2 મંત્રણા કરવા જઈ રહ્યા છે. વિદેશ પ્રધાન એસ જયશંકર (EAM S Jaishankar) અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) તેમના સમકક્ષ વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન અને યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનને મળશે.

વધુ જુઓ ...
    ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (US) 11 એપ્રિલે વોશિંગ્ટનમાં 2+2 મંત્રણા કરવા જઈ રહ્યા છે. વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમના સમકક્ષ વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન અને યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનને મળશે. જયશંકર અને રાજનાથ સિંહ વચ્ચે અન્ય બેઠકો પણ થશે. બંને દેશો વચ્ચે છેલ્લી 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો ઓક્ટોબર 2020માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ વાટાઘાટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 'ટુ પ્લસ ટુ' ફોર્મ્યુલા હેઠળ થઈ રહી છે, જો કે તેનો અર્થ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટો છે.

    અમેરિકા અને ભારત બંને હાલમાં ચીન સાથે અલગ-અલગ મુદ્દાઓમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ચીન પણ વાતચીતના કેન્દ્રમાં આવી શકે છે. જો કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય 2+2 આંતર-સત્રીય બેઠક યોજી હતી અને દક્ષિણ એશિયા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને પશ્ચિમ હિંદ મહાસાગરના વિકાસ પર મૂલ્યાંકનની આપ-લે કરી હતી. બંને પક્ષોએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં થયેલી પ્રગતિ અને વિકાસની સમીક્ષા કરી, જેમાં સંરક્ષણ, વૈશ્વિક જાહેર આરોગ્ય, આર્થિક અને વ્યાપારી સહકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને આબોહવા નાણા અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો - Russia Ukraine War: શાંતિ મંત્રણા કરવા મળી શકે છે ઝેલેન્સ્કી અને પુતિન, રશિયા કિવ પર ઘટાડશે હુમલા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2017 માં તેમની પ્રથમ બેઠક દરમિયાન 2+2 મંત્રણાની જાહેરાત કરી હતી. આ બેઠકની પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જ્યારે બીજી બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં વોશિંગ્ટનમાં યોજાઈ હતી. 2+2 સંવાદે ઓબામા વહીવટીતંત્ર દરમિયાન બંને દેશો વચ્ચે વિદેશ અને વાણિજ્ય મંત્રી સ્તરની બેઠકોનું સ્થાન લીધું છે.

    આ પણ વાંચો - 50 વર્ષ જૂનો આસામ-મેઘાલય સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહે ભજવી મહત્વની ભૂમિકા

    આ બેઠકનું ફોર્મેટ જાપાન પરથી લેવામાં આવ્યું છે જેનો હેતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી અને રાજકીય સંવાદને સરળ બનાવવાનો છે. તેને 'ટુ પ્લસ ટુ' કહેવામાં આવે છે કારણ કે તે બે દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ વચ્ચેની સંયુક્ત બેઠક છે. આ વખતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં વ્યાપક અસર જોવા મળી છે અને આવનારા દિવસોમાં પણ તેની અસર થશે, તેથી બંને દેશો વચ્ચેની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Rajnath Singh, S Jaishankar, United states of america

    આગામી સમાચાર