ગુવાહાટીઃ બ્રહ્મપુત્ર નદીમાં બોટ પલટી ખાતા 2નાં મોત, 26 લોકો ગુમ

બુધવારે ગુવાહાટી નજીક બ્રહ્મપુત્ર નદીમાં એક ફેરી બોટ પલટી ખાઇ જતાં બે લોકોના મોત થયા હતા.જ્યારે હજુ પણ 26 લોકો ગાયબ છે.

બુધવારે ગુવાહાટી નજીક બ્રહ્મપુત્ર નદીમાં એક ફેરી બોટ પલટી ખાઇ જતાં બે લોકોના મોત થયા હતા.જ્યારે હજુ પણ 26 લોકો ગાયબ છે.

  • Share this:
    બુધવારે ગુવાહાટી નજીક બ્રહ્મપુત્ર નદીમાં એક ફેરી બોટ પલટી ખાઇ જતાં બે લોકોના મોત થયા હતા. જ્યારે હજુ પણ 26 લોકો ગાયબ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સવાર હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તો મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

    પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે બ્રહ્મપુત્ર નદીમાં ફેરી બોટ ચાલે છે જે વિદ્યાર્થીઓ, નોકરી કરતાં લોકોને એક કાંઠાથી બીજા કાંઠા સુધી પહોંચાડે છે. પરંતુ બુધવારએ આવી એક ફેરી બોટ અચાનક એક નિર્માણધીન પૂલ સાથે અથડાઇ હતી. પૂલ સાથે અથડાયા બાદ બોટ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગઇ તો તેમા સવાર લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 26 જેટલા ગુમ હોવાના રિપોર્ટ મળ્યા છે.

    કહેવામાં આવી રહ્યું છે કે બોટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ બોટમાં સવાર કેટલાક યાત્રી નદીને પાર કરી બહાર આવી ગયા, જ્યારે જે લોકોને તરવામાં નિષ્ફળ રહ્યાં તેઓ નદીમાં ગરકાવ થઇ ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે બોટમાં અંદાજે 40 લોકો સવાકહતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને તહેનાત કરી દેવામાં આવી છે, હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
    Published by:Sanjay Vaghela
    First published: