ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બે જવાન ઠાર મરાયા, 8 ઘાયલ

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બે જવાન ઠાર મરાયા, 8 ઘાયલ
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનને ભારે પડી ગયું સરહદ પર ફાયરિંગ, ભારતીય સેનાની જવાબી ફાયરિંગમાં બે જવાનના થયા મોત

 • Share this:
  શ્રીનગરઃ પાકિસ્તાની સેના (Pakistani Army)ને સતત ભારતીય પોસ્ટ (Indian posts)ને નિશાન બનાવવી તે સમયે ભારે પડી ગઈ જ્યારે ભારત તરફથી કરવામાં આવેલા જવાબી ફાયરિંગ (Firing)માં તેના બે જવાન ઠાર મરાયા અને 8 સૈનિક ઘાયલ થઈ ગયા. ભારતીય સેનાએ PoKના ભિમ્બર સેક્ટરમાં ફોર્વડ પોસ્ટને નિશાન બનાવતા હુમલો કર્યો. આ દરમિયાન પાકિસ્તાનની તરફ આગની જ્વાળાઓ પણ જોવા મળી.

  સેનાના સૂત્રો મુજબ, પાકિસ્તાની સેના છેલ્લા અનેક દિવસોથી કોઈ ઉશ્કેરણી વગર નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં ભારતના સરહદી ગામો અને અગ્રિમ ચોકીઓને નિશાન બનાવી રહી હતી. ભારતીય સેના (Indian Army)એ સોમવાર મોડી રાત્રે હાજીપીર, પુંછ, છામ્બ અને રાખ ચિકરી સેક્ટરથી જવાબી ફાયરિંગની શરૂઆત કરી. ભારતીય સેના તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં પાકિસ્તાનના બે જવાનો માર્યા ગયા, જ્યારે 8 અન્ય ઘાયલ થયા છે.  આ પણ વાંચો,
  રાફેલના સ્વાગત માટે અંબાલા એરબેઝ તૈયાર, 3 KM સુધી નહીં ઉડી શકે ડ્રોન

  અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, ભિમ્બેર સેક્ટરમાં પાકિસ્તાનના બે જવાન માર્યા ગયા છે જ્યારે પાંચ અન્ય પુંછ જિલ્લામાં જ્યારે હાજીપીર, રાખ ચિકરી અને પાધર વિસ્તારમાં પાકિસ્તાનના એક-એક જવાન ઘાયલ થયા છે.

  આ પણ વાંચો, બોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...


  એક વર્ષમાં 2711થી વધુ વાર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું : નોંધનીય છે કે, પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન (Ceasefire Violation) કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી 2711થી વધુ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેમાં 21 ભારતીય નાગરિકોનાં મોત થયા છે જ્યારે 94 ઘાયલ થયા છે.
  Published by:Mrunal Bhojak
  First published:July 28, 2020, 11:04 am