Home /News /national-international /Delhi Double Murder: ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સના કારણે દિલ્હીમાં 2 સગીર યુવકોની હત્યા? પોલીસે યુવતી સહિત 3ની કરી ધરપકડ

Delhi Double Murder: ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સના કારણે દિલ્હીમાં 2 સગીર યુવકોની હત્યા? પોલીસે યુવતી સહિત 3ની કરી ધરપકડ

ઇન્સ્ટાગ્રામે બે કિશોરોનો જીવ લીધો

બુધવારે રાત્રે દિલ્હીના મુકુંદપુર વિસ્તારમાં સાહિલ અને નિખિલ નામના બે સગીર યુવકોની છરી વડે હત્યા કરવાના મામલે પોલીસે સાહિલની એક મહિલા મિત્ર અને તેના બે સગીર સાથીઓની ધરપકડ કરી છે.

    Delhi Double Murder: બુધવારે રાત્રે દિલ્હીના મુકુંદપુર વિસ્તારમાં સાહિલ અને નિખિલ નામના બે સગીર યુવકોની છરી વડે હત્યા કરવાના મામલે પોલીસે સાહિલની એક મહિલા મિત્ર અને તેના બે સગીર સાથીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે યુવતીએ જ સાહિલને રાત્રે 11.30 વાગ્યે ફોન કરીને બોલાવ્યા હતો. જ્યારે સાહિલ અને તેનો મિત્ર નિખિલ મુકુંદપુર વિસ્તારની એક શેરીમાં પહોંચ્યા, ત્યારે યુવતીએ પોતાના ત્રણ સગીર મિત્રોને બોલાવ્યા. જ્યાં તે ત્રણેય આરોપીઓએ ધારદાર છરી વડે બંને પર હુમલો કર્યો હતો.

    બંને ઇજાગ્રસ્તોના ઘટનાસ્થળે જ મોત


    બંને ઘાયલને પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સાહિલ અને નિખિલનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ સિક્યુરિટી ગાર્ડ અને નિખિલ આઝાદપુર મંડીમાં કામ કરતો હતો.

    આ પણ વાંચોઃ અમેરિકાની યુનિવર્સિટીમાં ગુજરાતી યુવકની હત્યા, કોરિયન રૂમમેટની થઈ ધરપકડ

    દિલ્હી પોલીસના (Delhi Police) સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે સાહિલ અને આરોપી યુવતી અને તેના મિત્રો વચ્ચે ઘણા સમયથી સંબંધો ખરાબ ચાલી રહ્યા હતા. તેમની વચ્ચે કોઈ જુનો ઝઘડો પણ ચાલતો હતો. સાહિલ અને આરોપી યુવતી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાને લઈને પણ એકબીજાની ઈર્ષ્યા કરતા હતા. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

    શું છે મામલો -


    નોર્થ દિલ્હીની બહાર આવેલા ભાલસ્વ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારના મુકંદપુર પાર્ટ 2માં બદમાશોએ ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. આ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાહિલ નામના છોકરાને મળવા બોલાવ્યો અને ત્યાં હાજર કેટલાક યુવકોએ સાહિલ અને તેના મિત્ર પર છરી વડે હુમલો કર્યો. બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. રડતા રડતા પરિવારની હાલત ખુબ જ ગમગીન થઈ ગઈ છે. ભાલવા ડેરી પોલીસ સ્ટેશન સમગ્ર મામલાની તપાસ અને પૂછપરછમાં લાગી ગઈ છે. સાહિલ અને નિખિલના પરિવારજનોએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે.


    સીસીટીવી દ્વારા તપાસ કરાઈ રહી છે


    મૃતક સાહિલની વૃદ્ધ નાનીએ કહ્યું છે, કે જો આરોપીઓને ફાંસી નહીં આપવામાં આવે તો તે પોતે મોતને વ્હાલું કરશે. સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા અને આ ઘટનામાં કોણ સંડોવાયેલ છે તે પણ શોધી રહી છે.
    First published:

    Tags: Delhi Crime, Double murder, Instagram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन