અમેરિકાએ સૌથી મોંઘી 2 મિલિયન ડૉલર કિંમતની દવાને આપી મંજૂરી

આ દવાની કિંમત ભારતીય ચલણમાં આશરે 13 કરોડ થશે.

ભારતીય ચલણમાં Zolgensma નામની આ દવાની કિંમત આશરે 13 કરોડ રૂપિયા જેટલી થાય છે. દવા જન્મેલા બાળકોના નબળા પડી જતા હાડકાને મજબૂત કરે છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકાએ અત્યાર સુધીની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. બાળકોના જન્મ બાદ વિકાસની સાથે તેમના નબળા પડતા હાડકાી બિમારીને નાથવા માટે તૈયાર કરાયેલા આ દવાની કિંમત આશરે 13 કરોડ એટલે કે 2 મિલિયન ડૉલર જેટલી છે. અમેરિકા સહિત વિશ્વમાં અનકે બાળકને જન્મતાની સાથે સ્પાઇનલ મસ્ક્યૂલર એટ્રોફી નામની બિમારી થાય છે. આ સમસ્યાના કારમે બાલકના હાડકા અતિશય નબળા પડી જાય છે અને તે હલન ચલન પણ નથી કરી શકતા ત્યાં સુધી એક તબક્કે તેનાથી શ્વાસ પણ નથી લેવાતો.

  આ ખલનાયક બિમારીને નાથવા માટે નોવાર્ટિસ નામની કંપની દ્વારા નાયક દવા Zolgensma તૈયાર કરવામાં આવી છે. શુક્રવારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્ર્ગ વિભાગે આ દવાને મંજૂરી આપી છે. આ દવા 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાશે. દવાનો ઉપયોગ એક જ વાર કરવામાં આવશે અને તેના ઉપચાર માટે એક કલાક જેટલો સમય લાગશે.

  દવા તૈયાર કરનારી કંપની નોવારટીસનો દાવો છે કે જો દવા કામ નહીં કરે તો તે કેટલીક હદે રિફ્ન્ડ પણ આપશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અન્ય બે દવાને પણ મંજૂરી આપવામાં આવી છે જેનું નામ બાયોજેન અને સ્પાઇરાઝાસ મેકર છે. આ બંને દવાની કિંમત અનુક્રમે 7,50,000 ડૉલર અને 3,50,000 ડૉલર છે. આ બંને દવા દર ચાર મહિને આપવાની રહેશે.

  અમેરિકાના નોન પ્રોફીટ ગ્રુપ ક્લિનીકલ એન્ડ ઇકોનોમિકલ રિવ્યૂ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારે દવા દર્દનું ઉપચાર કરશે તેની કિંમત યોગ્ય છે છતાં આ દવાની કિંમત ઓછી રાખી શકાઈ હોત પરંતુ કેટલાય પરિવારોને તેનો ફાયદો થશે.

  દવા Zolgensma બાળકના શરીરમાંથી નાશ થઈ રહેલા દુષિત જીન્સના બદલે સારા જીન્સ તૈયાર કરવાનું કામ કરશે અને શરીરમાં જોઈતું પૂરતું પ્રોટીન તૈયાર કરશે. આવું થવાના કારણે બાળકોનું સબળ વિકાસ થશે. ક્લિનીકલ ટ્રાયલમાં કંપનીને 6 મહિનાના બાળક પર પ્રયોગ કરવામાં સફળતા મળી હતી. અમેરિકામાં દર વર્ષે ઓછામાં ઓછા 400 બાળકો આ પ્રકારની સમસ્યા સાથે જન્મે છે, જેમના માટે અને વિશ્વમાં આ દવા રામબાણ ઇલાજ સાબિત થશે.
  Published by:Jay Mishra
  First published: