સ્મશાનમાં અગ્નિદાહમાં ગયેલા 2 ડાઘુઓ આગની લપેટમાં આવી જતા મોત
Maharashtra Fire Crematorium : ગુરુવારે સાંજે નાગપુર જિલ્લાના કૈમ્પટીથી લગભગ 30 કિલોમીટર દૂર સ્મશાન ઘાટ પર પીડિતો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહમાં ગયા હતા. તેઓ ચિતા પ્રગટાવવા માટે ડીઝલનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે તે કેનમાં આગ લાગી હતી.
Maharastra News : મહારાષ્ટ્રના નાગપુર (Nagpur) જિલ્લાના કૈમ્પટી સ્મશાનમાં ચિતાને આગ આપતી વખતે બે લોકોના મોત થયા હતા, જેની પોલીસે શુક્રવારે જાણકારી આપી હતી, સાથે જ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે જિલ્લાથી લગભગ 30 કિલોમીટર દૂર સ્મશાન ઘાટ પર બની હતી. (2 men burnes at nagpur) તેમણે જણાવ્યું કે ઘટના દરમિયાન પીડિતો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહમાં ગયા હતા. તેઓ ચિતા પ્રગટાવવા માટે ડીઝલનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે તે ડિઝલના કેનમાં આગ લાગી ગઈ હતી. (Nagpur incident)
ડીઝલ કેનમાં લાગી આગ
સુધીર ડોંગરે (45) અને દિલીપ ખોબ્રાગડે (60) આ બંને વ્યક્તિઓ મૃત્યુ પામ્યા , જ્યારે સુધાકર ખોબ્રાગડે (50) હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે, આમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ચિતા સળગાવ્યા બાદ ત્રણેય તેના પર ડીઝલ રેડી રહ્યા હતા, જેના કારણે આગની જ્વાળાઓ વધવા લાગી અને ડીઝલ કેનમાં આગ લાગી.
અધિકારીએ જણાવ્યું કે અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ આગ બુઝાવી અને ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા જ્યાં હોસ્પિટલમાં બે લોકોના મોત થયા. અધિકારીએ જણાવ્યું કે, આ સંદર્ભે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર