Home /News /national-international /આતંકવાદીના રૂમમાંથી 2 ગ્રેનેડ અને માનવ લોહી મળી આવ્યું; શું આ છે 'સર તન સે જુદા' ભાગ 3? પકડાયેલા આરોપીઓનો મોટો ખુલાસો

આતંકવાદીના રૂમમાંથી 2 ગ્રેનેડ અને માનવ લોહી મળી આવ્યું; શું આ છે 'સર તન સે જુદા' ભાગ 3? પકડાયેલા આરોપીઓનો મોટો ખુલાસો

પકડાયેલા આરોપીઓનો મોટો ખુલાસો( ફાઈલ તસવીર)

Delhi Jehangir Puri terrorist arrest: દિલ્હીમાં આતંકવાદી સંગઠનો સાથે શંકાસ્પદ સંબંધો માટે ધરપકડ કરાયેલા બે લોકોના ભાડાના ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને માનવ લોહીના નિશાન મળી આવ્યા છે. આ દરમિયાન શનિવારે પોલીસને ભાલવા ડેરી વિસ્તારમાં એક નાળા પાસે એક સડી ગયેલી લાશ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યા બાદ લાશના આઠ ટુકડા કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: દિલ્હીમાં આતંકવાદી સંગઠનો સાથે શંકાસ્પદ સંબંધો માટે ધરપકડ કરાયેલા બે લોકોના ભાડાના ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને માનવ લોહીના નિશાન મળી આવ્યા છે. આ દરમિયાન શનિવારે પોલીસને ભાલવા ડેરી વિસ્તારમાં એક નાળા પાસે એક સડી ગયેલી લાશ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યા બાદ લાશના આઠ ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતક ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલો હોવાની શક્યતા છે. પોલીસ હજુ સુધી મૃતદેહની ઓળખ કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, લગભગ 20-25 દિવસ પહેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

  ડી બ્લોકમાં સ્પેશિયલ સેલનું ઓપરેશન


  આ પહેલા ગુરુવારે સાંજે જહાંગીર પુરી વિસ્તાર ડી બ્લોકમાં સ્પેશિયલ સેલનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે કહ્યું છે કે, બે આરોપીઓ- જગજીત સિંહ ઉર્ફે જગ્ગા અને નૌશાદને ગુરુવારે સેલ દ્વારા આતંકવાદી સંગઠનો સાથેના શંકાસ્પદ સંબંધો અને જઘન્ય અપરાધોમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ જણાવ્યું હતું કે, આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: ઉત્તરાયણની મજા બની મોતની સજા, એક બાળકનું મોત, 4 ઘવાયા

  વીડિયો બંને શકમંદોએ પાકિસ્તાનમાં તેમના માસ્ટર્સને મોકલ્યો


  ‘તપાસ દરમિયાન ખુલાસાઓના અનુસંધાનમાં બંને આરોપીઓ પોલીસ ટીમને ભાલ્સવા ડેરી વિસ્તારમાં શ્રદ્ધાનંદ કોલોનીમાં તેમના ભાડાના આવાસમાં લઈ ગયા, જ્યાંથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. આ સાથે સાથે રૂમમાં માનવ લોહીના નિશાન પણ મળી આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે, ભાસલવા ડેરી વિસ્તારના નાળામાંથી કેટલાક ટુકડાઓમાં મળી આવેલી લાશની હત્યા ભસલવાના આ ઘરમાં કરવામાં આવી હતી અને હત્યાનો વીડિયો બંને શકમંદોએ પાકિસ્તાનમાં તેમના માસ્ટર્સને મોકલ્યો હતો.’

  આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

  મૃતદેહની ઓળખમાં લાગેલી સ્પેશિયલ સેલની ટીમ


  પાકિસ્તાન ISIના શિરચ્છેદના કાવતરાનો શું આ ત્રીજો ભાગ છે? આ એંગલ પર સ્પેશિયલ સેલની તપાસ ચાલી રહી છે. કારણ કે અગાઉ ઉદયપુર અને મહારાષ્ટ્રમાં પણ આ તર્જ પર નરસંહાર કર્યા બાદ આતંકીઓને વીડિયો મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ટાર્ગેટ કિલિંગ હેઠળ આ ઘરમાં વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ દરોડો જહાંગીરપુરીથી પકડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓના પગેરા પર થયો હતો.

  આ પણ વાંચો: Covid-19 in China: ચીનમાં કોરોનાનો કહેર, 35 દિવસમાં 60 હજાર લોકોના થયા મોત

  જગજીત સિંહ ખાલિસ્તાની ટાઈગર ફોર્સમાં જોડાયા


  જગજીત સિંહ ખાલિસ્તાની ટાઈગર ફોર્સના આતંકવાદી અર્શદીપ દલ્લા સાથે સંકળાયેલા છે. અર્શદીપ કેનેડામાં છે અને હાલમાં જ ગૃહ મંત્રાલય દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અર્શદીપ 2017માં ભારતથી ભાગી ગયો હતો, જ્યારે નૌશાદ આતંકવાદી સંગઠન ‘હરકત-ઉલ-અંસાર’ સાથે સંકળાયેલો છે. ડબલ મર્ડર કેસમાં તે ઘણા વર્ષોથી જેલમાં છે. બંનેને ટાર્ગેટ કિલિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નૌશાદે દીપાવલીની આસપાસ ભાલવા ડેરી વિસ્તારમાં આ ઘર ભાડે લીધું હતું. ત્યારબાદ બંનેએ મળીને એક વ્યક્તિનું અપહરણ કરીને આ ઘરમાં તેની નિર્દયતાથી હત્યા કરી હતી. જ્યારે એફએસએલ રોહિણીના ફોરેન્સિક નિષ્ણાતોએ ઘરમાં તપાસ કરી તો તેમને માનવ લોહીના ડાઘા મળ્યા.

  આ પણ વાંચો: ગુટખાનું એવું વ્યસન કે યુવકે પ્લેનની બારી ખોલવાની જીદ કરી, લોકોએ કહ્યું- 'શોખ મોટી વસ્તુ છે'

  આ મામલામાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની સાંઠગાંઠની પણ તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલા રમખાણોમાં નૌશાદની શું ભૂમિકા હતી? 29 વર્ષીય જગજીત સિંહ ઉર્ફે જગ્ગા, ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી, અન્ય આરોપી નૌશાદ (56) છે, જે દિલ્હીના જહાંગીરપુરીનો રહેવાસી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: New Delhi, Terrorist Attacks, Terrorists

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन