Home /News /national-international /કોંગ્રેસના 2 ધારાસભ્યોએ દારૂપીને ચાલુ ટ્રેનમાં મહિલા પેસેન્જરની છેડતી કરી, FIR નોંધાઈ

કોંગ્રેસના 2 ધારાસભ્યોએ દારૂપીને ચાલુ ટ્રેનમાં મહિલા પેસેન્જરની છેડતી કરી, FIR નોંધાઈ

મહિલાની ફરિયાદ પર સાગર જીઆરપીએ બંને કોંગ્રેસ ધારાસભ્યોની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

મધ્યપ્રદેશના સાગરથી મોટા સમાચાર આવી રહ્યાં છે, જ્યાં કોંગ્રેસના બંને નેતાઓ પર ચાલુ ટ્રેનમાં મહિલાઓની સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. ચાલુ ટ્રેનમાં મહિલાઓની સાથે છેડતી કરવાના આરોપમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની વિરુદ્ધ છેડતીઓની ધારાઓ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને કોંગ્રેસના ધારાસભ્યો પર દારૂ પીને નશામાં ડુબીને છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    ભોપાલ: મધ્યપ્રદેશના સાગરથી મોટા સમાચાર આવી રહ્યાં છે, જ્યાં કોંગ્રેસના બંને નેતાઓ પર ચાલુ ટ્રેનમાં મહિલાઓની સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. ચાલુ ટ્રેનમાં મહિલાઓની સાથે છેડતી કરવાના આરોપમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની વિરુદ્ધ છેડતીઓની ધારાઓ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને કોંગ્રેસના ધારાસભ્યો પર દારૂ પીને નશામાં ડુબીને છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    આ અંગે સાગર જીઆરપીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રમોદ અહિરવારે જણાવ્યું કે રિવાંચલ એક્સપ્રેસમાં મહિલા યાત્રી રિવાથી ભોપાલ જઈ રહી હતી. આ દરમિયાન જીઆરપી સાગરને માહિતી મળી કે એક મહિલા યાત્રાની સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યાં છે. તે પછી સાગર જીઆરપીની એક મહિલા અધિકારી અને બે પુરુષ અધિકારી સાગરથી ટ્રેનમાંથી સવાર થયા અને મામલાની તપાસ શરૂ કરી.

    છેડછાડની ધારાઓ અંતર્ગત FIR નોંધાઈ

    પ્રમોદ અહિરવારના જણાવ્યા અનુસાર, આ ઘટના સાગર પહેલાની હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અમારા સ્ટાફે ચાલુ ટ્રેનમાં મહિલાની ફરિયાદ સાંભળી અને લેખિતમાં સમગ્ર ઘટનાક્રમને નોંધ્યો. પ્રમોદ અહિરવારે જણાવ્યું કે ફરિયાદની કોપીના આધારે ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહ અને સુનીલ સરાફની વિરુદ્ધ છેડછાડની કલમ નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    દારૂના નશામાં હોવાનો આરોપ

    રેવાંચલ એક્સપ્રેસમાં મહિલા મુસાફર સાથે ખરાબ વર્તનના મામલામાં સતનાથી કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહા, કોતમા ધારાસભ્ય સુનીલ સરાફ પર ઘણા આરોપ લાગ્યા છે. બંને ધારાસભ્યો પર દારૂના નશામાં હોવાનો ગંભીર આરોપ પણ લાગ્યો છે. ભોપાલ જીઆરપી એસપી હિતેશ ચૌધરીએ જણાવ્યું કે આ મામલો સાગરનો છે. સાગર જીઆરપીમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં ભોપાલ અને હબીબગંજી જીઆરપી પોલીસે મદદ કરી હતી. સાથે જ આ મામલામાં મહિલાના પતિએ ટ્વિટ કરીને રેલવે મંત્રી અને રેલવે અધિકારીઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. આ સમગ્ર મામલામાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જોકે કોંગ્રેસના બંને ધારાસભ્યોએ આ મામલામાં પોતાનો વાંક ન હોવાની વાત કહી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Congress MLA, Girl molestation, Molestation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन