Home /News /national-international /Big News: દારૂ પીને ચાલતી ટ્રેનમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ મહિલા મુસાફરની છેડતી કરી, FIR નોંધાઈ

Big News: દારૂ પીને ચાલતી ટ્રેનમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ મહિલા મુસાફરની છેડતી કરી, FIR નોંધાઈ

કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ટ્રેનમાં મહિલાની છેડતી કરી

મધ્યપ્રદેશના સાગરથી મોટા સમાચાર છે, જ્યાં કોંગ્રેસના બે માનનીયો પર ચાલતી ટ્રેનમાં મહિલાની સાછે છેડતીનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં ટ્રેનમાં મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ FIR નોંધવામાં આવી છે.

વધુ જુઓ ...
    ભોપાલ: મધ્યપ્રદેશના સાગરથી મોટા સમાચાર છે, જ્યાં કોંગ્રેસના બે માનનીયો પર ચાલતી ટ્રેનમાં મહિલાની સાછે છેડતીનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં ટ્રેનમાં મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ FIR નોંધવામાં આવી છે. બંને કોંગ્રેસના ધારાસભ્યો પર દારૂના નશામાં ધુત થઈને છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    આ વિશે સાગર જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ પ્રમોદ અહિરવારે જણાવ્યું કે, રેવાંચલ એક્સપ્રેસમાં મહિલા યાત્રી રેવાથી ભોપાલ જઈ રહી હતી. આ દરમિયાન જીઆરપી સાગરને સૂચના મળી કે એક મહિલા યાત્રીની સાથે કેટલાક લોકો ગેરવર્તન કરી રહ્યા છે. તેના પછી સાગર જીઆરપીની એક મહિલા અધિકારી અને બે પુરુષ અધિકારી સાગરથી ટ્રેનમાં ચડી ગયા અને મામલાની તપાસ શરૂ કરી.

    આ પણ વાંચોઃ છોકરીઓ સુરક્ષિત નથી, 11 વર્ષની છોકરીની જાહેરમાં છેડતી, રીક્ષામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો

    છેડતીની કલમમાં FIR દાખલ


    પ્રમોદ અહિરવારના અનુસાર, આ ઘટના સાગર પહેલા જણાવવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, અમારા સ્ટાફે ચાલતી ટ્રેનમાં મહિલાની ફરિયાદ સાંભળી અને સમગ્ર ઘટનાની લેખિતમાં નોંધ કરી. પ્રમોદ અહિરવારે કહ્યું કે ફરિયાદની નકલના આધારે ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહા અને સુનીલ સર્રાફ વિરુદ્ધ છેડતીની કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


    દારૂના નશામાં હોવાનો આરોપ


    રેવાંચલ એક્સપ્રેસમાં મહિલા યાત્રી સાથે દુર્વ્યવહારના મામલામાં સતનાથી કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહા, ધારાસભ્ય સુનીલ સર્રાફ પર ઘણા આરોપ લાગ્યા છે. બંને ધારાસભ્ય પર દારૂના નશામાં ધૂત હોવાનો ગંભીર આરોપ પણ છે. ભોપાલ જીઆરપી એસપી હિતેશ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો સાગરનો છે, સાગર જીઆરપી તેમાં કાર્યવાહી કરી રહ્યા છે. ભોપાલ અને હબીબગંજ જીઆરપી પોલીસે આ મામલે મદદ કરી હતી. સાથે જ આ મામલામાં મહિલાના પતિએ પણ ટ્વીટ કરી રેલવે મંત્રી અને રેલવે અધિકારીઓ પાસેથી કાર્યવાહીની માગ કરી હતી. હવે આ સમગ્ર મામલા પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જો કે, કોંગ્રેસના બંને ધારાસભ્યો પોતાને નિર્દોષ હોવાનું કહી રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Congress Candidate, Gir molested, Railway police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन