રોજા ખોલવા માટે રોટલી લેવા ગયા હતા BSF જવાન, આતંકી હુમલામાં થયા શહીદ

News18 Gujarati
Updated: May 21, 2020, 8:33 PM IST
રોજા ખોલવા માટે રોટલી લેવા ગયા હતા BSF જવાન, આતંકી હુમલામાં થયા શહીદ
પ્રતિકાત્મક તસવીર

આતંકવાદીઓએ સાવ નજીકથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ભીડ-ભાડ વાળા વિસ્તારની ગલીમાંથી નિકળીને ભાગી ગયા હતા

  • Share this:
શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરમાં (Jammu Kashmir) બીએસએફના (BSF) બે જવાન આતંકી હુમલામાં (Terrorist attack) શહીદ થવાના થોડી જ મિનિટ પહેલા ઇફ્તાર કરવા માટે રોટલી લેવા ગયા હતા. આ દરમિયાન એક વ્યસ્ત બજારમાં બાઈક પર આવી રહેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના કોન્સ્ટેબલ જિયા-ઉલ હક અને રાણા મંડલ ઘટના સ્થળે શહીદ થયા હતા. અધિકારીઓને ગુરુવારે આ જાણકારી આપી હતી.

હુમલો બુધવારે સાંજે શ્રીનગરના બહારના વિસ્તાર સૂરામાં થયો હતો. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેજિસ્ટેંસ ફ્રન્ટે ( ટીઆરએફ ) હુમલાની જવાબદારી લીધી છે. અધિકારીઓએ કહ્યું કે આતંકવાદીઓએ સાવ નજીકથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ભીડ-ભાડ વાળા વિસ્તારની ગલીમાંથી નિકળીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો - સિગરેટ બનાવતી કંપનીનો દાવો, કોરોના વાયરસની વેક્સીન થઈ ગઈ તૈયાર

તેમણે કહ્યું કે હક અને મંડલ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી છે પરંતુ અમ્ફાન ચક્રવાતના કારણે રાજ્યમાં હવાઈ ઉડ્ડયન બંદ હોવાથી તેમના પાર્થિવ દેહ તેમના ઘરે પહોચાડી શક્યા નથી. હક (34) અને મંડલ (29) બન્નેના માથાના ભાગમાં ઈજા થઈ હતી. અધિકારીઓએ ક્હ્યું કે બંને દોસ્ત સીમા સુરક્ષા બળ ( બીએસએફ) ની 37મી બટાલિયનમાં હતા અને પંડાક કેંપમાં તૈનાત હતા. તેમનું કામ નજીકના ગંદેરબલ જિલ્લાથી શ્રીનગરની વચ્ચે અવર-જવર પર દેખરેખ રાખવાનું હતું.

તેમણે કહ્યું કે શહીદ થયાના થોડી જ મિનિટ પહેલા તે રોજા ખોલવા માટે રોટલી લેવા ગયા હતા પરંતુ તે ઇફ્તાર ન કરી શક્યા અને રોજામાં જ શહીદ થયા. બીએસએફની 37 મી બટાલિયનના જવાનોએ કહ્યું કે રોજા હોવાના કારણે આખો દિવસ પાણીનું એક ટીપું પણ પીધા વગર આ દુનિયામાંથી ચાલ્યા ગયા.

2009માં બીએસએફમાં સામેલ થયેલા હકના પરિવારમાં માતા-પિતા, પત્ની નફીસા ખાતુન અને પાંચ વર્ષની મુકબધિર પુત્રી જેશલિન જિયાઉલ અને છ મહિનાની જેનિફર છે.
First published: May 21, 2020, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading