Home /News /national-international /લગ્નના બે વર્ષ બાદ 2 પાકિસ્તાની દુલ્હન વાઘા બોર્ડરથી ભારત પહોંચી, પરિજનો થયા ભાવુક

લગ્નના બે વર્ષ બાદ 2 પાકિસ્તાની દુલ્હન વાઘા બોર્ડરથી ભારત પહોંચી, પરિજનો થયા ભાવુક

પાકિસ્તાનથી બે વર્ષ બાદ આવેલી બંને દુલ્હનોનું અટારી-વાઘા બોર્ડર પર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, હજુ એક દુલ્હનને નથી મળ્યા વિઝા

પાકિસ્તાનથી બે વર્ષ બાદ આવેલી બંને દુલ્હનોનું અટારી-વાઘા બોર્ડર પર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, હજુ એક દુલ્હનને નથી મળ્યા વિઝા

પ્રેમદાન દેથા, બાડમેર. પાકિસ્તાન (Pakistan)માં રહેતી બે દુલ્હનો (Brides)ને પોતાના પતિને મળવા માટે લાંબા સમયનો ઇંતજાર સોમવારે સમાપ્ત થઈ ગયો. બે વર્ષ પહેલા લગ્ન થયા હોવા છતાંય વિઝા ન મળવાના કારણે બંને દુલ્હનો પાકિસ્તાનથી પોતાના દુલ્હાની સાથે ભારત (India) નહોતી આવી શકી. લગ્ન બાદ બાડમેર અને જૈસલમેર નિવાસી બંને દુલ્હાઓને પોત-પોતાની દુલ્હનોને ત્યાં મૂકીને ભારત પરત ફરવું પડ્યું હતું.

આ દરમિયાન હજુ પણ એક દુલ્હન વિઝા ન મળવાના કારણે પાકિસ્તાનમાં જ ફસાયેલી છે. તેના નવજાત બાળકને વિઝા આપી દેવામાં આવ્યો છે. એવામાં તે બાળક પોતાની માતા વગર નાનીની સાથે ભારત પહોંચ્યું છે. સરહદી વિસ્તારોમાં વસેલા લોકો આજે પણ સરહદ પાર પાકિસ્તાનમાં લગ્નો કરે છે. પરંતુ હવે આ કડી થોડી નબળી પડવા લાગી છે.
" isDesktop="true" id="1078256" >


અટારી-વાઘા બોર્ડર પર પરંપરાગત રીતે કરવામાં આવ્યું બંને દુલ્હનોનું સ્વાગત

લગ્ન પછી બે વર્ષનો સમય રાહ જોયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પરત ફરેલી આ બંને દુલ્હનોના પરિજનોએ અટારી-વાઘા બોર્ડર પર પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું. જૈસલમેર જિલ્લાના બળયા ગામના નેપાળ સિંહના લગ્ન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયા હતા. તેઓ બે વર્ષ પહેલા થાર એક્સપ્રેસથી જાન લઈને પાકિસ્તાન ગયા હતા. નેપાળ સિંહના લગ્ન 26 જાન્યુઆરી 2019ના રોજ થયા હતા. બીજી તરફ બાડમેર જિલ્લાના ગિરાબ વિસ્તારના મહેન્દ્ર સિંહ 16 એપ્રિલ 2019માં પાકિસ્તાનમાં લગ્ન થયા હતા. તે પણ થાર એક્સપ્રેસથી જાન લઈને પાકિસ્તાન ગયા હતા.

આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં કરશે લગ્ન, આ યુવતી સાથે લેશે 7 ફેરા- રિપોર્ટ

પાકિસ્તાની દુલ્હનોને નહોતા મળ્યા વિઝા

બંને દુલ્હા પોતાની દુલ્હનોની સાથે આવવા માંગતા હતા, પરંતુ આ દરમિયાન ભારત-પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ. પાકિસ્તાને બંને દેશોની વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ પણ બંધ કરી દીધી હતી. એવામાં ભારતીય દુલ્હા સાસરિયામાં જ ત્રણ-ચાર મહિના રોકાયેલા રહ્યા કે સ્થિતિ સામાન્ય થઈ જાય તો દુલ્હનોને વિઝા મળી જાય તો તેમને પણ સાથે લઈ જઈએ. પરંતુ પાકિસ્તાની દુલ્હનોને વિઝા ન મળ્યા. ત્યારબાદ આ દુલ્હા દુલ્હનોને લીધા વગર જ પોતાના વતન પરત ફર્યા હતા. હવે બે વર્ષ બાદ સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પાકિસ્તાની દુલ્હનો વાઘા બોર્ડરથી ભારત પહોંચી છે.

આ પણ વાંચો, નોકરી છોડી કરો આ બિઝનેસ, માત્ર 5000 રૂપિયા લગાવો અને કરો લાખોની કમાણી, સરકાર પણ કરશે મદદ

બે વર્ષના રાજવીર માતા વગર જ નાની સાથે ભારત પહોંચ્યો

નેપાળ સિંહ અને મહેન્દ્ર સિંહ પોતાની પત્નીઓનું સ્વાગત કરવા પરિવાર સહિત અટારી પહોંચ્યા. ખૂબ જ મુશ્કેલીથી ભારત પહોંચેલી પુત્રવધૂઓને જોઈ તમામના ચહેરા ખીલી ઉઠ્યા હતા. તેઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું. બાડમેર-જૈસલમેરના સાંસદ તથા કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીના પ્રયાસોથી જ બંને દુલ્હન ભારત પહોંચી છે. જોકે સરહદી વિસ્તારમાં રહેનારા વિક્રમ સિંહની પત્નીને હજુ સુધી વિઝા નથી મળ્યો. તેના સંતાન રાજવીર સિંહ વિઝા મળ્યા બાદ પોતાની નાની સાથે ભારત પહોંચ્યો છે.
First published:

Tags: International womens day, Visa, Womens day, પાકિસ્તાન, ભારત, લગ્ન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો