Home /News /national-international /'મુંબઈમાં 1993 જેવો બ્લાસ્ટ થશે, અનેક જગ્યાએ થશે કોમી રમખાણો, એક ફોન કોલથી પોલીસની ઊંઘ હરામ
'મુંબઈમાં 1993 જેવો બ્લાસ્ટ થશે, અનેક જગ્યાએ થશે કોમી રમખાણો, એક ફોન કોલથી પોલીસની ઊંઘ હરામ
મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં એક ફોન કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શહેરમાં ઘણી જગ્યાએ 1993ની જેમ બ્લાસ્ટ થશે
1993ની જેમ મુંબઈમાં વિવિધ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થશે. આરોપી ફોન કરનારે પોલીસને એમ પણ જણાવ્યું કે શહેરમાં તોફાન કરવા માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ ફોન કોલ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ.
મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ફોન કૉલે સુરક્ષા દળોને હરકતમાં લાવી દીધા. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને શહેરના ઘણા વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટો વિશે જણાવ્યું. ફોન કરનારે કહ્યું કે વર્ષ 1993ની જેમ મુંબઈમાં વિવિધ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થશે. આરોપી ફોન કરનારે પોલીસને એમ પણ જણાવ્યું કે શહેરમાં તોફાન કરવા માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ ફોન કોલ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ માહિતી બાદ એટીએસ પણ એક્શનમાં આવી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના કંટ્રોલમાં શનિવારે એક વ્યક્તિએ ફોન કર્યો હતો. જેમાં ફોન કરનારે દાવો કર્યો હતો કે 2 મહિનાની અંદર મુંબઈના માહિમ, ભીંડી બજાર, નાગપાડા અને મદનપુર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થશે. ફોન કરનારે દાવો કર્યો હતો કે વર્ષ 1993ની જેમ મુંબઈમાં પણ બ્લાસ્ટ થશે. પોલીસે જણાવ્યું કે આ સિવાય મુંબઈમાં રમખાણો થશે. આ માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ ફોન કૉલે મુંબઈ પોલીસની સાથે સુરક્ષા દળોને પણ ચોંકાવી દીધા હતા. પોલીસે તરત જ કોલ ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો જેથી કોલ કરનારને ટ્રેસ કરી શકાય.
મુંબઈના અનેક વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટની માહિતી ફોન પર મળ્યા બાદ મહારાષ્ટ્ર એટીએસની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. ATSએ એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને આ મામલે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવ્યું છે કે ATSએ આરોપીને મુંબઈના મલાડ વિસ્તારમાં પઠાણવાડીમાંથી કસ્ટડીમાં લીધો છે. આરોપીઓએ ફોન પર આવી ધમકીઓ કેમ આપી તે હજુ સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ એટીએસ આરોપીને વધુ પૂછપરછ માટે આઝાદ મેદાન પોલીસને સોંપશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર