Home /News /national-international /

લ્યો બોલો! દેશમાં199 ધારાસભ્યો, 7 સાંસદોએ પાન કાર્ડની વિગતો જાહેર નથી કરી

લ્યો બોલો! દેશમાં199 ધારાસભ્યો, 7 સાંસદોએ પાન કાર્ડની વિગતો જાહેર નથી કરી

સંસદ (ફાઇલ ફોટો)

મિઝોરમ વિધાનસભામાં માત્ર 40 ધારાસભ્યો જ છે. તેમાંથી 28 ધારાસભ્યોએ પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી.

    સામાન્ય વ્યક્તિ જો ઇન્કમટેક્ષની વિગતો આપવામાં થાપ ખાઇ જાય તો તેનું જીવવું હરામ થઇ જાય પણ જો એ વ્યક્તિ ચુંટાયેલો હોય તો સ્થિતિ બદલાઇ જાય છે.

    સાત સાંસદો અને 199 ધારાસભ્યોએ તેમના પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. ચૂંટણી લડવા માટે આ વિગતો આપવી જરૂરી હોય છે.

    એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)અને નેશનલ ઇલેક્શન વોચ નામની સંસ્થાઓ દ્વારા સાંસદો અને ધારાસભ્યોનાં પાન કાર્ડની વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ, 542 સાંસદો અને 4,086 ધારાસભ્યોના પાન કાર્ડની વિગતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

    નિયમ એવો છે કે, કોઇ પણ વ્યક્તિ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરે ત્યારે તે વ્યક્તએ તેની પાન કાર્ડની વિગતો એફિડેવિટની સાથે આપવાની હોય છે.
    આ અહેવાલમાં જે વિગતો આવી છે જાણવા જેવી છે. કોંગ્રેસનાં 51 ધારાસભ્યો અને ભાજપનામ 42 ધારાસભ્યોએ તેમની એફિડેવિટમાં પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કિસ્ટ)નાં 25 ધારાસભ્યોએ પણ આ વિગતો જાહેર કરી નથી. જો રાજ્ય પ્રમાણે આ વિગતો જોઇએ તો, પાનકાર્ડની વિગતો નહીં

    પ્રજાને મોંઘવારીનો માર અને ધારાસભ્યોના ‘અચ્છે દિન’, નવેમ્બરમાં એરિયર્સ સાથે મળશે વધેલો પગાર

    ધારાસભ્યોના પગાર વધારા બાદ હવે રાજ્ય સરકાર રૂ. 150 કરોડનું વિમાન ખરીદશે!

    જાહેર કરનારા ધારાસભ્યો કેરળમાંથી આવે છે. કેરળનાં 33 ધારાસભ્યોએ પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. આ પછી મિઝોરમનાં 28 ધારાસભ્યોએ તેમના પાનકાર્ડની વિગતો આપી નથી અને મધ્યપ્રદેશનાં 19 ધારાસભ્યોએ પણ પાનકાર્ડની વિગતો આપી નથી.

    રસપ્રદ વાત એ છે કે, મિઝોરમ વિધાનસભામાં માત્રપ 40 ધારાસભ્યો જ છે. તેમાંથી 28 ધારાસભ્યોએ પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી.

    બીજી તરફ, સાંસદોની વાત કરવામાં આવે તો, સૌથી વધારે 18 ભાજપનાં સાંસંદો એવા છે કે, જેઓ બીજી વખત ચૂંટાયા હોય અને તેમના પાનકાર્ડની વિગતોમાં ગરબડ ગોટાળા આવે છે. આ પછી કોંગ્રેસનાં નવ સાસંદો છે કે જેમના પાનકાર્ડની વિગતોમાં વિસંગતતા જોવા મળી છે.

    તમને ખબર છે ગુજરાતના 161 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ?
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: ADR, Elections, MPs, Pan card

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन