Home /News /national-international /મોંઘવારી મારી નાખશે: 1985માં શાહી પનીર 8 રૂપિયા અને દાલ મખની 5 રૂપિયામાં મળતી, આજે શું ભાવ છે જોઈ લો

મોંઘવારી મારી નાખશે: 1985માં શાહી પનીર 8 રૂપિયા અને દાલ મખની 5 રૂપિયામાં મળતી, આજે શું ભાવ છે જોઈ લો

restaurant food bill viral

સોશિયલ મીડિયા પર હાલમાં એક જૂનુ બિલ વાયરલ થઈ રહ્યું છે. બિલ એક રેસ્ટોરન્ટનું છે. લોકો બિલમાં લખેલી આઈટમ સાથે આજના ભોજનની સરખામણી કરી રહ્યા છે.

    VIRAL NEWS: સોશિયલ મીડિયા પર હાલમાં એક જૂનુ બિલ વાયરલ થઈ રહ્યું છે. બિલ એક રેસ્ટોરન્ટનું છે. લોકો બિલમાં લખેલી આઈટમ સાથે આજના ભોજનની સરખામણી કરી રહ્યા છે. બંને બિલને જોઈએ તો, તમને પણ આંચકો લાગશે. એક બિલ છે 1985નું અને બીજૂ બિલ છે 2022નું. બાદમાં કિંમત પર નજર નાખો. મોંઘવારી કેટલી છે, તેનો અંદાજ આવી જશે. 1985માં 8 રૂપિયામાં શાહી પનીર મળતું અને આજે 329 રૂપિયા છે. 5 રૂપિયાની દાલ મખની આજે 399 રૂપિયામાં મળે છે. એટલે કે 35 વર્ષમાં કિંમતમાં 80 ટકાનો વધારો થયો. તે સમયે 5 રૂપિયામાં જે રાયતા મળતા હતા, તે આજે 139 રૂપિયામાં મળે છે. તે સમયે 26 રૂપિયામાં જે થાળી મળતી હતી, તે આજે 1200 રૂપિયામાં મળે છે.

    ખાવાની કિંમતોમાં થયો વધારો


    પોતાના માતા-પિતા અને અન્ય મોટા લોકો પાસે સાંભળ્યું હશે કે, પહેલા ખાવા-પીવાની વસ્તુઓ કેટલી સસ્તી મળતી હતી. આપણા ઘરોમાં પણ મોટા ભાગે ચર્ચા થતી હોય છે કે, 5 રૂપિયામાં તો આખી થેલી ભરીને શાકભાજી આવતી હતી. આ વાતો પર આજની પેઢીના યુવાનો કદાચ વિશ્વાસ પણ ન કરે. કારણ કે આજે બજારમાં થેલી ભરીને શાકભાજી લેવા જાવ તો 500 રૂપિયાની નોટ કાઢવી પડે.

    1985 માં ફક્ત 26 રૂપિયા જમવાનું બિલ


    આ બિલ 1985માં એક રેસ્ટોરન્ટમાં ખાવાનું બિલ છે. બિલમાં શાહી પનીર, દાલ મખની, રાયતા અને રોટલી ઓર્ડર કરેલી છે. આ વસ્તુઓના રેટ લીસ્ટ જોઈને આપ પણ હેરાન રહી જશો. તે સમયે શાહી પનીર ફક્ત 8 રૂપિયામાં આવતું હતું. તો વળી દાલ મખની અને રાયતા ફક્ત 5 રૂપિયામાં મળતું હતું. આ ઉપરાંત રોટલી તો એક રૂપિયાથી પણ ઓછી કિંમતે મળતી હતી. કુલ મળીને આખું બિલ 26 રૂપિયા અને 30 પૈસા છે. તેમાં 2 રૂપિયા સર્વિસ ચાર્જ પણ જોડ્યો છે. આ એક સારામાં સારી રેસ્ટોરન્ટનું બિલ છે. હવે આપ વિચારો કે, તે સમયે સામાન્ય રેસ્ટોરન્ટમાં કેટલા રુપિયા બિલ આવતું હશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ajab gajab news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन