1984 શીખ વિરોધી રમખાણોઃ ફેંસલો સંભળાવતા ભાવુક થયા જજ

1984 શીખ વિરોધી રમખાણોઃ ફેંસલો સંભળાવતા ભાવુક થયા જજ
દિલ્હી હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

પ્રાપ્ત જાણકારી પ્રમાણે જે સમયે ન્યાયાધીશ ફેંસલો સંભળાવી રહ્યા હતા ત્યારે પીડિત પક્ષના વકીલ રડવાં લાગ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે 1984 શીખ વિરોધી હિંસા મામલાના કેસમાં નીચલી કોર્ટનો ચુકાદો પલટી દીધો છે. સજ્જન કુમારને નીચલી કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતાં, જ્યારે દિલ્હી હાઇકોર્ટે સજ્જન કુમારને દોષિત ગણીને તેમને જનમટીપની સજા સંભળાવી છે. સાથે જ તેમના પર પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમના ઉપરાંત અન્ય દોષિતોએ પણ દંડ તરીકે રૂ. એક-એક લાખ જમા કરાવવા પડશે.

  પ્રાપ્ત જાણકારી પ્રમાણે જે સમયે ન્યાયાધીશ ફેંસલો સંભળાવી રહ્યા હતા ત્યારે પીડિત પક્ષના વકીલ રડવાં લાગ્યા હતા. એટલું જ નહીં આ સમયે ન્યાયાધીશ પણ ભાવુક થઈ ગયા હતા.  સજા સંભળાવતા દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશે કહ્યુ કે, અનેક દશકાઓથી લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તપાસ એજન્સીનો નિષ્ફળ રહી છે, અત્યાર સુધી આ અંગે કંઈ જ નથી થયું.

  જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ખંડપીઠે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણ પીડિતો અને દોષિતો તરફથી કરવામાં આવેલી અપીલ પર દીલીલો સાંભળીને ચુકાદો મુલતવી રાખ્યો હતો.

  આ પણ વાંચોઃ 1984 શીખ વિરોધી તોફાનોઃ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જનમટીપની સજા

  પૂર્વ કોંગ્રેસ પાર્ષદ બલવાન ખોખર, રિટાયર નેવી ઓફિસર કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને બે અન્ય લોકોને તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ પહેલી નવેમ્બર 1984ના રોજ દિલ્હી છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા સાથે જોડાયેલા મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. નીચલી કોર્ટે આ કેસમાં સજ્જન કુમારને છોડી મૂક્યા હતા, પરંતુ ખોખર, ભાગમલ અને લાલને આજીવન કેદની સજા જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરને ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

  તમામ દોષીઓએ મે 2013માં નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સામે પક્ષે સીબીઆઈએ પણ અપીલ કરતા આરોપ લગાવ્યો હતો કે તે 'પૂર્વઆયોજિત તોફાનો' અને 'ધાર્મિક રૂપથી સફાયો' કરવાના ઉદેશ્યથી હતા. એજન્સી અને પીડિતોએ સજ્જન કુમારને છોડી મૂકવા સામે પણ અપીલ દાખલ કરી હતી.
  First published:December 17, 2018, 11:12 am