ન્યૂઝ18 ગુજરાતી : આઝાદી પછી 1977માં કોંગ્રેસને પ્રથમ વખત ચૂંટણીમાં પછડાટ મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ફક્ત 154 બેઠક મળી હતી. કોંગ્રોસનો વોટશેર ઘટીને 35 ટકાથી નીચે ગયો હતો. જનતા પાર્ટી અને ગઠબંધનને 542માંથી 330 બેઠક મળી હતી. એકલા જનતા પાર્ટીને જ 295 બેઠક મળી હતી. આ બધી ઇમરજન્સીની અસર હતી.
બે મહિના પહેલા જેલમાં બંધ હતા મોરારજી દેસાઈ
18 મહિનાની ઇમરજન્સી બાદ ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ ચૂંટણી 1977માં થઈ હતી. જે બાદમાં જેલમાં બંધ તમામ નાના-મોટા નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ (ઓર્ગેનાઇઝેશન), જનસંઘ, ભારતીય લોકદળ અને સમાજવાદી પાર્ટીએ મળીને જનતા પાર્ટી બનાવી હતી અને ચૂંટણી લડી હતી.
આ દરમિયાન કોંગ્રેસ સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત ચૂંટણી હારી હતી. જનતા પાર્ટીએ મોરારજી દેસાઈના નેતૃત્વમાં 295 બેઠક જીતી હતી. રસપ્રદ વાત એ છે કે દેસાઇને લોકસભાની ચૂંટણીના ફક્ત બે મહિના પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. દેસાઇ 24મી માર્ચના રોજ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા તેમજ દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા.
1977થી 1979 સુધી ભારતના વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈ વિશે કહેવાતું કે તેઓ ચુસ્ત ગાંધીવાદ અને ખૂબ જ ઇમાનદાર હતા. એક લેખમાં છપાયા પ્રમાણે જ્યારે તેમના પર દક્ષિણપંથી એટલે કે રાઇટિસ્ટનો આક્ષેપ લાગ્યો ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, "હા, હું રાઇટિસ્ટ છું, કારણ કે આઈ બિલિવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."
200 બેઠક પર કોંગ્રેસની હાર
ચૂંટણીમાં કોંગ્રેસની લગભગ 200 બેઠક પર હારી હતી. આ ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષથી રાયબરેલીમાંથી ચૂંટાતા આવતા ઇન્દિરા ગાંધીએ પણ પોતાની બેઠક ગુમાવી દીધી હતી. તેમના પુત્ર સંજય ગાંધીએ પણ પોતાની અમેઠી બેઠક ગુમાવવી પડી હતી. કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણામાં દરેક બેઠક ગુમાવવી પડી હતી.
1977ની લોકસભા
કુલ બેઠક : 542 ભારતીય લોકદળ : 295 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ : 154 કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) : 22
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર