ઈન્દિરા ગાંધીની શક્તિશાળી એન લોકપ્રિય છબિને પડકાર આપનારું આ ચૂંટણીઓમાં કોઈ નહોતું અને તેઓ સરળતાથી 518માંથી 352 સીટો જીતવામાં સફળ રહ્યા હતા. જોકે, 1971માં મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ તેમની વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું. એક ક્ષેત્ર, એક ઉમેદવાર તેમનો સિદ્ધાંત હતો. તેમાં સામેલ હતા કોંગ્રેસ (ઓ), જનસંઘ, સ્વતંત્ર પાર્ટી અને એસએસપી. આ ગઠબંધનનું નામ હતું નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (એનડીએફ). આ ફ્રન્ટની પાસે ચોથી લોકસભામાં 150 સીટો હતી. વાંચો આ ચૂંટણીની ખાસ વાતો...
# 1971ની સમગ્ર ચૂંટણી ઈન્દિરા ગાંધી આસપાસ ફરી રહી હતી. પરંતુ ઈન્દિરાએ તેનો ફાયદો ઉઠવતા નારો ઘઢ્યો, 'તેઓ કહે છે ઈન્દિરા હટાઓ, હું કહું છું ગરીબી હટાઓ'. ત્યારબાદ 5મી લોકસભામાં એનડીએફ માત્ર 48 સીટો પર સમેટાઈ ગઈ હતી.
# 1971ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઈન્દિરા ગાંધીએ 252 નિયમિત અને 57 મોહલ્લા સભાઓને સંબોધિત કરી હતી. તેઓએ હવાઈ અને સડક માર્ગ બંને મળી 33,000 માઇલની યાત્રા કરી હતી. એક અનુમાન મુજબ 2 કરોડ લોકો તેમની રેલીઓમાં પહોંચ્યા હતા.
# ઈન્દિરા ગાંધીની નવી કોંગ્રેસ (આર) દ્વારા તમિલનાડુમાં ડીએમકે અને કેરળમાં સીપીઆઈની સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું.
# પાર્ટીના ટોપ નેતાઓથી અલગ કેડી કંડારી અને કમ્યુનિસ્ટ પાર્ટીના સહારે સરકારમાં કાયમ ઈન્દિરા ગાંધીએ કાર્યકાળ પૂરો થતાં પહેલા જ લોકસભાને ભંગ કરી દીધી હતી, જેના કારણે લોકસભા ચૂંટણી નિયત 1972ના સ્થાને 1971માં જ યોજાઈ અને તેની સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીની તારીખો એક સાથે જાહેર થતી બંધ થઈ ગઈ.