Home /News /national-international /PM મોદીના સમર્થનમાં 197 હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર, હિંસા પર રાજનીતિ કરનારને ખુલ્લા પાડવાની માંગ

PM મોદીના સમર્થનમાં 197 હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર, હિંસા પર રાજનીતિ કરનારને ખુલ્લા પાડવાની માંગ

આ 197 પ્રમુખ હસ્તીઓ તરફથી લખેલા આ લેટરને પહેલા 108 પૂર્વ નોકરશાહો દ્વારા લખેલા પત્રનો જવાબ માનવામાં આવી રહ્યો છે

Open Letter to PM Modi - PM મોદીના સમર્થનમાં 197 હસ્તીઓએ લેટરમાં લખ્યું - દેશની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે

    નવી દિલ્હી : દેશમાં હિંસા (Violence)અને તેના પર પક્ષપાતપૂર્ણ રાજનીતિના (Politics)મુદ્દાને લઇને 8 રિટાયર્ડ જજ, 97 અધિકારી અને સેનાના 92 પૂર્વ અફસર સહિત 197 પ્રમુખ હસ્તીઓએ પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi)ખુલ્લો પત્ર (Open Letter to PM Modi)લખ્યો છે. જેમાં આ લોકોએ કહ્યું છે કે દેશમાં એક ખાસ એજન્ડા અંતર્ગત કરવામાં આવી રહેલી પક્ષપાતપૂર્ણ રાજનીતિનો સ્વીકાર કરી શકાય નહીં. આ માટે જરૂરી છે કે હિંસા પર રાજનીતિ કરતા લોકોને ખુલ્લા પાડવા જોઇએ. આ 197 પ્રમુખ હસ્તીઓ તરફથી લખેલા આ લેટરને પહેલા 108 પૂર્વ નોકરશાહો દ્વારા લખેલા પત્રનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

    હાલમાં જ 108 પૂર્વ નોકરશાહો તરફથી લખેલા લેટરને એજન્ડા અંતર્ગત પક્ષપાતપૂર્ણ રાજનીતિનો પર્યાય ગણાવતા શનિવારે દેશના 197 મહત્વપૂર્ણ વ્યક્તિઓએ પોતાના પત્રમાં એ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો દેશમાં હિંસાના નામ પર ફક્ત રાજનીતિ કરવામાં લાગેલા છે.

    બંગાળમાં થયેલી હિંસા પર મૌન કેમ?

    પીએમ મોદીને લખેલા આ લેટરમાં આ પૂર્વ ન્યાયધીશો, રિટાયર્ડ અધિકારીઓ અને સશસ્ત્ર બળોના પૂર્વ અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસા પર સીસીજીના મૌન પર ટિકા કરી અને કહ્યું કે તેમનું આ વલણ તમની નિયત પર ઘણા પ્રકારના સવાલ ઉભા કરે છે.

    આ પણ વાંચો - 2 મેથી યુરોપ પ્રવાસ પર PM મોદી, 25 મીટિંગમાં 8 વૈશ્વિક નેતાઓને મળશે

    આ સિવાય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને નવી દિલ્હીમાં રામ નવમી, હનુમાન જયંતિ પર અને અન્ય તહેવારો દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ ઉપર પણ આ સમૂહની ચુપકેદીની ટિકા કરતા સીસીજીના સભ્યો પર દેશ અને સમાજ વચ્ચે ભાગલા પડાવવા સહિત ઘણા પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

    આ પ્રમુખ 197 પ્રમુખ હસ્તીઓએ કહ્યું કે આ ખરાબ જોડ-તોડની નિંદા કરીએ કરીએ છીએ અને સાચા વિચાર રાખનાર દેશના બધા નાગરિકોને આ લોકોને ખુલ્લા પાડવાની અપીલ કરીએ છીએ. દેશની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે.
    " isDesktop="true" id="1204569" >

    આ પ્રમુખ હસ્તીઓએ કહ્યું કે સ્વયંભૂ સંવૈધાનિક આચરણ સમૂહ તરફથી વ્યવહાર કરનાર એક ગ્રુપ સરકાર સામે લોકોને ઉફસાવવા અને જનમત તૈયાર કરવા માટે આ પ્રકારનું અભિયાન ચલાવતા રહે છે. જોકે વાસ્તવિકતા એ છે કે બીજેપી શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ ઘણી ઓછી થઇ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Indian Politics, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन